1900 vacancies in these posts in DRDO


નવી દિલ્હીઃ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થામાં નોકરી મેળવવા માટે એક સારી તક છે. આ માટે DRDO એ પર્સનલ ટેલેન્ટ મેનેજમેન્ટ સેન્ટરમાં વરિષ્ઠ તકનીકી સહાયક B અને તકનીકી A હોદ્દાઓ માટેની જગ્યાને ભરવા માટે અરજીઓ મંગાવી છે. ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવાર જે આ પદો માટે અરજી કરવા માંગે છે. તે DRDOની સત્તાવાર વેબસાઈટ drdo.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ પદો પર અરજી કરવા માટેની છેલ્લી તારીખ 23મી સપ્ટેમ્બર છે.

1901 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી

આ ઉપરાંત ઉમેદવાર સીધા જ આ લિંક https://www.drdo.gov.in/ પર ક્લિક કરીને આ પદો માટે અરજી કરી શકે છે. સાથે જ આ લિંક DRDO CEPTAM Recruitment 2022 Notification PDF દ્વારા સત્તાવાર સૂચનાઓ મેળવી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 1901 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.

DRDO Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઈન અરજી કરવા માટે શરૂઆતની તારીખ - 3 સપ્ટેમ્બર

ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લી તારીખ - 23 સપ્ટેમ્બર

DRDO Recruitment 2022 માટે જગ્યા વિતરણ

કુલ જગ્યાઓની સંખ્યા - 1901

વરિષ્ઠ તકનીકી સહાયક B : 1075 પોસ્ટ

ટેકનીશિયન A : 826 પોસ્ટ

આ પણ વાંચોઃ ધો-12 પછી ઇજનેરી ક્ષેત્રમાં અભ્યાસ કરો છો તો તમને સ્કોલરશીપ મળવા પાત્ર છે, અહીં જાણો સંપૂર્ણ માહિતી

DRDO Recruitment 2022 માટે યોગ્યતાના માપદંડ

વરિષ્ઠ તકનીકી સહાયક B : AICTE દ્વારા માન્ય સંસ્થામાંથી સાયન્સમાં સ્નાતકની ડિગ્રી કે એન્જિનિયરિંગ કે ટેકનોલોજી કે કમ્પ્યૂટર વિજ્ઞાન કે સંબંધિત વિષયોમાં ડિપ્લોમાની ડિગ્રી હોવી જોઈએ.

ટેકનીશિયન A : કોઈ માન્ય બોર્ડ કે સંસ્થામાંથી 10મું ધોરણ પાસ અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. સાથે જ કોઈ માન્ય સંસ્થામાંથી ITIનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

DRDO Recruitment 2022 માટે વયમર્યાદા

ઉમેદવારોની ઉંમર 18થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ

DRDO Recruitment 2022 માટે પગાર

વરિષ્ઠ તકનીકી સહાયક B : પે મેટ્રિક્સ સ્તર - 6 35400-112400 રૂપિયા

ટેકનીશિયન A : પે મેટ્રિક્સ સ્તર - 19900-63200 રૂપિયા

આ પણ વાંચોઃ વિદેશમાં અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છો તો વાતોનું ખાસ ધ્યાન રાખજો

DRDO Recruitment 2022 માટે પસંદગી પ્રક્રિયા

વરિષ્ઠ તકનીકી સહાયક B : ટાયર- 1 (સીબીટી)- સક્રીનિંગ ટેસ્ટ; ટાયર- 2 (સીબીટી)- પસંદગી પરીક્ષા

ટેકનીશિયન A : ટાયર- 1 (સીબીટી)- પસંદગી પરીક્ષા; ટાયર- 2 - વેપાર/કૌશલ્ય પરીક્ષણ

Published by:Sahil Vaniya

First published:

Tags: Goverment job, Recruitment 2022, Sarkari Naukri 2022



Source link

Leave a Comment