2 સત્રના ઘટાડા પછી છલાંગ મારવાની તૈયારીમાં છે આજે બજાર? જુઓ ક્યાં ક્યાં છે કમાણીના મોકા


મુંબઈઃ ભારતીય શેરબજાર (Indian Share Market) છેલ્લા બે સત્રોથી સતત તૂટ્યા પછી આજે બજાર તેજીના મૂડમાં છે. ગ્લોબલ માર્કેટમાં સતત દબાણ છતાં આજે બજારમાં તેજીની શક્યતા દેખાઈ રહી છે. ચીનમાં કોરોના સંક્રમણ વધતા અને આકરા લોકડાઉનના કારણે છેલ્લા કારોબારી સત્રમાં બજારને ઘટાડાનો સામનો કરવો પડ્યો હતો. જોકે આજે મંગળવારે સવારે ફરી તેજી બનાવવા માટે સફળ થઈ શકે છે.

સેન્સેક્સમાં છેલ્લા સત્રમાં 519 અંકનો ઘટાડો નોંધાયો હતો અને તે 61,145 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 148 અંકના ઘટાડા સાથે 18,160 પર પહોંચી ગઈ હતી. એક્સપર્ટનું માનવું છે કે આજના કારોબારમાં રોકાણકારો પર વૈશ્વિક ઘટાડાની અસર તો દેખાશે પરંતુ સેન્ટિમેન્ટ પોઝિટિવ રહી શકે છે. જેના કારણે તેઓ ફરી ખરીદી પર ભાર આપી શકે છે અને બજારને ગતિ મળી શકે છે. મહત્વનું છે કે ગત સપ્તાહમાં 62 હજાર તરફ મજબૂતીથી આગળ વધી રહેલું બજાર અચાનક આ સપ્તાહની શરુઆત સાથે તૂટી પડ્યું હતું અને હાલ 61 હજાર આસપાસ ટકેલું છે.

US માર્કેટમાં પણ કોરોનાનો ઓછાયો

મંદી અને મોંઘવારી સામે ઝઝૂમી રહેલા અમેરિકાના શેરબજારમાં હવે કોરોનાનો ઓછાયો પણ ફરી જોવા મળી રહ્યો છે. ચીનમાં કોરોનાએ ફરી માથું ઉચકતા અમેરિકન રોકાણકોરો બજારથી દૂર થઈ રહ્યા છે. છેલ્લા કારોબારી સત્રમાં અમેરિકાના શેર બજારમાં વેચવાલી હાવી રહી હતી અને મોટાભાગના ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં ડાઉ જોન્સ 0.13 ટકા તૂટીને બંધ થયો હતો તો S&P 500 0.39 ટકા ઘટાડા સાથે બંધ થયો હતો. આ ઉપરાંત નાસ્ડેક કમ્પોઝિટ પણ 1.09 ટકાના ઘાટાડા સાથે બંધ થયો હતો.

આ શેર્સ પર રાખો નજર

બજાર આજે દબાણ વચ્ચે જો તેજી તરફ જાય છે કે પછી દબાણમાં જ રહે છે બંને પરિસ્થિતિ વચ્ચે તમે નિષ્ણાતોએ સૂચવેલા કેટલાક શેર્સ પર નજર રાખીને તગડી કમાણી કરી શકો છો. આજે ડીલર્સની નજર પણ આ સ્ટોક્સ પર રહેશે. આવા સ્ટોક્સને હાઈ પર્સન્ટેજ સ્ટોક્સ કહેવાય છે. જેમાં આજે ICICI Lombard General Insurance Company, HDFC, ICICI Bank, Divis Laboratories અને NTPC જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

Published by:Mitesh Purohit

First published:



Source link

Leave a Comment