2.5-year-old child answered 207 opposite words and got the International Book of World Records – News18 Gujarati


Aarti Machhi, Bharuch: સાંપ્રત સમયમાં બાળકો મોબાઈલ ફોન ઉપયોગથી ઘણું શીખવાની ટેવ રાખતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે.ત્યારે મૂળ ભરૂચના અને હાલ વાગરા ખાતે આરોગ્ય વિભાગમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે સેવા આપતા ગાયત્રીબેન ઉપાધ્યાય અને ખાનગી ફિઝિયોથેરાપિસ્ટ અજય ઉપાધ્યાય તેઓના અઢી વર્ષના પુત્ર આર્યનએ 207 વિરોધાભાસી શબ્દો ઉચ્ચારતા જ આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. અઢી વર્ષના આર્યન ઉપાધ્યાયનો જન્મ કોરોના કાળ એટલે કે ગત તારીખ-17મી એપ્રિલ 2020ના રોજ થયો હતો 19 મહીને બાળકે 16 રંગો ઓળખી અને સંભળાવી પહેલો વર્લ્ડ રેકોર્ડ રચ્યો હતો.

આ ટાબરીયાનું નોલેજ છે ગરજબનું, 2.5 વર્ષની ઉંમરે બનાવી દીધું આ રોકોર્ડ

207 વિરોધાભાસી શબ્દો ઉચ્ચારી રેકોર્ડ બનાવી દીઘું

આર્યન 19 મહિનાની વયે 35 વિરોધી શબ્દોના જવાબો આપતો હતો સતત યુટ્યુબ ચેનલ જોઇને તે વિરોધાભાષી શબ્દોની શોધ કરતો હોવાનું જાણવા મળ્યું છે.પુત્રની આ પ્રવૃતિને ફિઝિયોથેરાપિસ્ટ માતા-પિતા પણ મદદ કરતા હોય છે.

યુટ્યુબ ચેનલ ઉપરથી બાળકે પુસ્તકો પણ માતા-પિતા પાસે મેળવ્યા અને તેના ઉપરથી પણ તે નવા નવા શબ્દોની શોધ કરતો હોવાનું માતા-પિતાએ જણાવ્યું હતું હાલમાં જ આર્યનને 207 વિરોધાભાસી શબ્દો ઉચ્ચારી ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ માટે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.જેને ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ તરફથી પ્રમાણપત્ર, મેડલ અને બેડજ મળી છે. બાળકની આ સિદ્ધિથી તેના માતા-પિતા અને પરિવારમાં ખુશીનો પાર નથી.

આટલી નાની ઉંમરમાં આયર્ન વિરુધાર્થી શબ્દોના જવાબ આપે છે.બધી વસ્તુઓ જાણતો હોવાના લીધે માતા પિતાએ પોતાના બાળકની રુચિ પ્રમાણે તેને શીખવતા હતા. આયર્નની આ લર્નિંગ કેપેસિટી જોઈ માતા પિતાએ એને બીજું બધું પણ શીખવાડવાનું શરુ કર્યું હતું. આયર્નને કોઈ પણ નવી વસ્તુ શીખવામાં ખુબ જ રસ છે. એ સામેથી બધું પૂછી પૂછીને પણ શીખતો રહે છે. તો આયર્નને યોગાસનો કરવામાં રસ હોવાનું તેની માતાએ જણાવ્યું હતું.આર્યનને ઇન્ટરનેશન લ બુક ઓફ રેકોર્ડ બનાવી ભરૂચ જીલ્લાનું વર્લ્ડમાં નામ રોશન કરતા પરિવારજનો અને સંબંધીઓએ તેને અભિનંદન પાઠવ્યા છે.

આર્યનની માતા ગાયત્રીબેન ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે આર્યન જ્યારે 1 વર્ષ 4 મહિનાનો હતો ત્યારે જ 1 થી 10 નંબર બોલી જતો હતો એ સાંભળીને માતા પિતાને આશ્ચર્ય થતું હતુ.19 મહીને આર્યને 16 રંગો ઓળખી અને સંભળાવી પહેલો વર્લ્ડ રેકોર્ડ રચ્યો હતો. આર્યને 19 મહિનાની વયે 35 વિરોધી શબ્દોના જવાબો આપતો હતો. સતત યુટ્યુબ ચેનલ જોઇને તે વિરોધાભાષી શબ્દોની શોધ કરે છે. આર્યને 210 વિરોધાભાસી શબ્દો ઉચ્ચારતા જ આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. તો જ્યારે રેકોર્ડ કર્યો ત્યારે 207 વિરોધાભાસી શબ્દો ઉચ્ચારી આર્યને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આર્યનને હવે ઇમોશન્સ અને ફિલીંગસમાં રુચિ છે. તે 50 કરતા પણ વધારે ઇમોશન્સને એકસપ્રેસ કરી શકે છે. આર્યનને પિરિયોડિક ટેબલમાં રસ છે. તો આર્યનની માતાએ ભવિષ્યમાં સારો વ્યકિત બને તેવી ઈચ્છા વ્યક્ત કરી છે.

તમારા શહેરમાંથી (ભરૂચ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Local 18, Medals, World Records



Source link

Leave a Comment