2023 ન્યુમરોલોજી રાશિફળ આંકડાશાસ્ત્ર - 2023 numerology predictions – News18 Gujarati


અંકશાસ્ત્રમાં (Numerology) જન્મકુંડળીની ગણતરી વ્યક્તિની જન્મ તારીખ દ્વારા કરવામાં આવે છે. અંકશાસ્ત્રમાં 1 થી 9 સુધીના મૂળાંકોનો સમાવેશ થાય છે. મૂળાંક એટલે વ્યક્તિની જન્મતારીખ (Annual Horoscope by Birthdate)નો સરવાળો. એટલે કે કોઈ પણ મહિનાની 15 તારીખે જન્મેલી વ્યક્તિનો મૂળાંક 6, 1 + 5 = 6 હશે. આવો આવનારા વર્ષ 2023ના વાર્ષિક અંક કુંડળી દ્વારા જાણીએ કે આ વર્ષ તમારા માટે કેવું રહેશે.

નંબર 1 - 1 નંબરના લોકો માટે વર્ષ 2023 ખૂબ સારું રહેવાનું છે. જો તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરવા માંગો છો, તો આ વર્ષ તમને સારા પરિણામ આપશે. નોકરી બદલવાની તક મળી શકે છે, નવા બિઝનેસની શરૂઆત કરી શકો છો. આવક સારી રહેશે. તમને પ્રેમમાં સફળતા મળશે. વિવાહિત લોકોના સંબંધો મજબૂત રહેશે. પરંતુ અહંકારથી દૂર રહો, નહીં તો વાત બગડી શકે છે.

નંબર 2 - આ વર્ષ 2 નંબરના લોકોને ઘણું સન્માન અપાવશે. તમારો પ્રભાવ વધશે. તમારું સોશ્યલ સર્કલ વધશે. તમારી જવાબદારીઓ પણ વધશે. આવી સ્થિતિમાં તમારે બધા કાર્યને સારી રીતે સંચાલિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. વ્યાવસાયિક જીવનમાં વધારે ભાવુક ન બનો. પરિવારને મહત્વ આપશો.

નંબર 3 – આ નંબર વાળા લોકો માટે વર્ષ 2023 મિશ્રિત રહેશે. જે લોકો રચનાત્મક-કલાત્મક ક્ષેત્રોમાં સક્રિય છે તેમને મોટો ફાયદો થઈ શકે છે. તમે તમારા વ્યક્તિત્વને સુધારવાનો પ્રયાસ કરશો, જે તમારી લોકપ્રિયતામાં વધારો કરશે. નવું કામ શરૂ કરી શકો છો. તમારું ધ્યાન પારિવારિક જીવન પર રહેશે.

નંબર 4 - આ વર્ષે 4 નંબરના જાતકોએ નોકરીમાં વધુ પડતા આત્મવિશ્વાસથી બચવું જોઈએ, નહીં તો તેમને નુકસાન થઇ શકે છે. ફાઇનાન્સ, બેન્કિંગ અને એન્જિનિયરિંગ પ્રોફેશનલ્સ માટે આ વર્ષ સારું રહેશે. દાંપત્યજીવનમાં સુખ મળશે, પ્રેમ વધશે. પ્રેમ સંબંધો પણ સારા રહેશે. બિઝનેસમાં સંપર્કોથી ફાયદો થશે.

નંબર 5 - વર્ષ 2023 આ નંબરના લોકો માટે ઘણા પડકારો લાવી શકે છે. ઘણી વખત તમે બિનજરૂરી તણાવથી પરેશાન રહેશો. મહત્વાકાંક્ષાઓ વધારે રહેશે. જો કે નોકરી અને વ્યવસાય બંનેમાં સફળતા મળવાના યોગ છે. પ્રવાસ પર જઈ શકો છો. લવ લાઈફ સારી રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો.

નંબર 6 - વર્ષ 2023માં 6 નંબરના લોકો ઘણી પ્રગતિ કરશે અને ઘણું નામ કમાશે. તેમનું સોશ્યલ સર્કલ વધશે. માન સન્માન વધશે. લોકો તમારાથી પ્રભાવિત થશે. તમારા ક્ષેત્રમાં પ્રગતિ કરશો. મનપસંદ નોકરી મળવાની પૂરી સંભાવના છે. ફેમિલી ટ્રિપ પર જઈ શકો છો.

નંબર 7 - આ લોકો માટે વર્ષ 2023 અધ્યાત્મમાં રસ વધારશે. આ લોકો એકાંતમાં ઘણો સમય વિતાવશે. કરિયર સામાન્ય રહેશે. તમારા ઘણા સપના પૂરા થઈ શકે છે. જો કે દાંપત્યજીવનમાં મુશ્કેલી આવી શકે છે. લવ લાઈફ પ્રત્યે સજાગ રહો અને લગ્નથી બચો.

નંબર 8 - નંબર 8ના લોકો વર્ષ 2023માં ઘણી ખુશીની પળો જીવશે. કોઈ સપનું પૂરું થઈ શકે છે. મોટી સફળતા મળી શકે છે. તમે સારું પ્રદર્શન કરી શકશો. બિઝનેસમાં મોટી પ્રગતિ થશે. તમે તમારી જાતને વ્યવસાયિક લીડર તરીકે સ્થાપિત કરી શકો છો. જો કે પારિવારિક જીવનની ઉપેક્ષા કરવાનું દુઃખ પણ રહેશે.

નંબર 9 - વર્ષ 2023 આ નંબરવાળા લોકોને પારિવારિક-આર્થિક પડકારો આવી શકે છે. પરંતુ તમે તમારી ક્ષમતાના આધારે તેમને દૂર કરી શકશો. બજેટ બનાવો, નહીં તો બિનજરૂરી ખર્ચ તમને મુશ્કેલીમાં મૂકશે. રાજકારણ, કાયદા અને વિજ્ઞાનના ક્ષેત્રમાં સક્રિય લોકોને મોટી સફળતા મળી શકે છે. વેપારીઓ માટે સમય સારો રહેશે.

First published:

Tags: Dharm Bhakti, Numerology



Source link

Leave a Comment