Table of Contents
મેષ: ગણેશજી કહે છે, આજનો દિવસ સુખદ જણાઈ રહ્યો છે. નોકરી અને વ્યવસાય સાથે જોડાયેલી સમસ્યાઓનું સમાધાન થશે અને તમે પ્રગતિ કરી શકશો. આજે તમને મિત્રોનો સાથ મળશે અને એનાથી મનનો ભાર હળવો થશે. સાથે જ દાંપત્ય જીવનમાં પણ સુધારો આવશે.
વૃષભ: ગણેશજી કહે છે, આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાયક છે. મોટા અધિકારી સાથે વિવાદ થઈ શકે છે અને તમને નુકસાન થઈ શકે છે. નવા સંબંધો બનવાથી તમારૂ નસીબ ચમકી શકે છે અને સમાજમાં સન્માન મળશે. મિત્રો સાથે લાંબી યાત્રા પર જવાનું થઈ શકે છે. દાંપત્ય સંબંધોમાં સુમેળ રહેશે.
મિથુન: ગણેશજી કહે છે, આજનો દિવસ તમારા માટે મોજ મસ્તીવાળો રહેશે અને આજે તમે તમારા પરિવારમાં જ મસ્ત રહેશો. કોઈ પણ વિરોધીની નિંદા તરફ ધ્યાન ન આપીને તમારૂ કામ કરતા રહો. આગળ જતા સફળતા મળશે. તમે તમારા સામાજિક ક્ષેત્રે તાલ મેલ વધારવામાં સફળ રહેશો.
કર્ક: ગણેશજી કહે છે, આજના દિવસે તમારે ખૂબ જ મહેનત કરવી પડી શકે છે. જો તમે વેપારી છો તો આજે તમારે બિનજરૂરી વધારે પડતો શ્રમ કરવો પડી શકે છે. જો તમે સરકારી નોકરી કરો છો તો કામ વધારે કરવું પડી શકે છે. સાથે જ તમારે મોટા અધિકારીના ગુસ્સાનો ભોગ પણ બનવું પડી શકે છે.
સિંહ: ગણેશજી કહે છે, આજનો દિવસ દોડધામમાં પસાર થશે. ક્યારેક સંતાનો સાથે સંકળાયેલી સમસ્યાઓના સમાધાન માટે મહેનત કરશો તો ક્યારેક મિત્રોના કોઈ કામથી જવાનું થઈ શકે છે. આજનો દિવસ સંતાન સાથે સંકળાયેલી સમસ્યાઓના નિરાકરણમાં પસાર થશે.
કન્યા: ગણેશજી કહે છે, આજનો દિવસ ઉત્તમ થવા જઈ રહ્યો છે. આજે તમને ક્યાંક અટવાયેલા રૂપિયા મળવાની આશા દેખાઈ રહી છે. જેનાથી તમારો વિશ્વાસ ધર્મ અને આધ્યાત્મિકતામાં વધશે. રોજિંદા કામકાજમાં બેદરકારી ના રાખશો, નહીં તો લેવાના દેવા પડી શકે છે.
તુલા: ગણેશજી કહે છે, આજે ઓફિસમાં અધિકારીઓ પણ તમારા કામના વખાણ કરવામાં પાછી પાની નહી કરે. જો તમે વેપાર કરો છો તો આજે ગ્રાહકોની ભારે ભીડથી તમારી દુકાન ભરેલી રહેશે. વાહન, જમીન ખરીદી, સ્થળ પરિવર્તનનો સુખદ સંયોગ પણ બની શકે છે.
વૃશ્ચિક: ગણેશજી કહે છે, આજે કાર્ય ક્ષેત્રમાં તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે. કામમાં બેદરકારી રાખવાથી આવું થઈ શકે છે. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે અને જીવનસાથીની તરફથી મોરલ સપોર્ટ મળશે. તમારા પરાક્રમમાં વધારો થશે અને દુશ્મનોનું મનોબળ તૂટશે.
ધન: ગણેશજી કહે છે, આજે કોઈ કારણોસર તમે માનસિક રીતે વ્યસ્ત રહેશો. આજનો દિવસ કોઈ પણ પ્રકારની અશાંતિમાં પસાર થશે. ઉચ્ચ અધિકારીઓ સાથે સારો સંબંધ બંધાશે. આજે કોઈ પણ પ્રકારના નિરાશાજન વિચારોથી બચીને રહેજો. સાંજના સમયે સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.
મકર: ગણેશજી કહે છે, આજનો દિવસ તમારા માટે ખાસ છે. આજે કોઈ પણ પ્રકારના વિવાદોથી દૂર રહેવાની જરૂર છે. પરિવારના લોકો તમારો સાથ આપશે અને નસીબના કારણે આજે તમને કરિયરમાં પણ શુભ તક મળી શકે છે. બિનજરૂરી ચિંતાઓથી મન અશાંત રહી શકે છે.
કુંભ: ગણેશજી કહે છે, આજે તમારો દિવસ મિશ્રિત રહેશે અને કોઈ મામલે લાભ તો કોઈ મામલે નુકસાન થઈ શકે છે. આજે ઓફિસમાં તમારા પદ અને અધિકારોમાં વધારો થઈ શકે છે. તો ઘર અને પરિવારમાં આજે કેટલીક એવી મુશ્કેલીઓ આવી શકે છે કે જેનાથી તમારી માનસિક સ્થિતિ બગડી શકે છે.
મીન: ગણેશજી કહે છે, આજનો દિવસ મહેનત કરીને પરિણામ મેળવવા માટેનો દિવસ છે. આજે પરિવારના લોકો તમારી મદદ કરશે અને તમારૂ નસીબ તમને સાથ આપશે. પરિવારમાં કોઈ માંગલિક કાર્યોથી ખુશીઓ આવશે. આજે કોઈ પ્રકારના રચનાત્મક કાર્યોમાં મન લાગેલું રહેશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Aaj nu rashifal, Dharm Bhakti, Horoscope