Table of Contents
ગુજરાત વિધાનસભાની ચૂંટણી
ચૂંટણીના ગણિત પર નજર કરીએ તો ભાજપ માટે આ વખત કરતાં 2017ની સ્થિતિ વધુ મુશ્કેલ હતી. ત્યારે કોંગ્રેસે ભાજપ સામે સોશિયલ એન્જિનિયરિંગ કરતા પટેલ સમુદાયના હાર્દિક પટેલ, ઓબીસીમાંથી અલ્પેશ ઠાકોર અને અનુસૂચિત જાતિ જનજાતિમાંથી જીગ્નેશ મેવાણીને એકત્ર કર્યા હતા. ભાજપે જોરદાર લડત આપી અને વિધાનસભાની ચૂંટણી જીતી. જ્યારે આ વખતે કોંગ્રેસ સંપૂર્ણ રીતે ઓલવાઈ ગઈ હોય તેવું લાગે છે અને તેના પર ત્રીજી શક્તિ બનવા ઈચ્છુક આમ આદમી પાર્ટીએ ભાજપનો રસ્તો આસાન કરી દીધો છે. આમ તો, ચૂંટણી જીતવા માટે બે પરિબળો સૌથી મહત્વપૂર્ણ છે. એક તમારી તાકાત અને બીજું વિપક્ષની નબળાઈ. ચાલો આ લેખમાં આ બંને પરિબળો વિશે વાત કરીએ.આ પણ વાંચો: ગુજરાતની ચૂંટણીમાં હીરા કામદારો આ 6 બેઠકો પર રમત બગાડી શકે છે
ચૂંટણીમાં રણનીતિનું ખાસ મહત્વ
ભાજપે આ બાબતને પોતાની ચૂંટણીની રણનીતિમાં ખાસ મહત્વનું સ્થાન આપ્યું છે. વલસાડમાં ગુજરાતીમાં બોલતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, ‘જે વિભાજનકારી તાકાતોએ નફરત ફેલાવીને ગુજરાતને બદનામ કરી ગુજરાતીઓનું અપમાન કરવાનો પ્રયાસ કર્યા છે, તે લોકોને બહારનો રસ્તો દેખાડવાનો છે.’ 20 નવેમ્બરના રોજ ધોરાજીમાં વડાપ્રધાન મોદીએ સામાજિક કાર્યકર મેધા પાટકર સાથે રાહુલ ગાંધીની તસવીરનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ‘નર્મદા વિરોધીઓના ખભા પર હાથ રાખીને દોડી રહ્યા છે કોંગ્રેસના લોકોનેતેમને પૂછવું જોઈએ કે તેઓ શા માટે તેમની સાથે ઉભા છો?
આ પણ વાંચો: અમરેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું - ‘ દરિયાઈ વેપારમાં એક નવો અધ્યાય ઉમેરાશે’
અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
આ સિવાય પીએમ મોદીએ કહ્યું કે, ‘નર્મદા બચાવો આંદોલનના નામે તે બહેને સરદાર સરોવર ડેમમાં અડચણ ઉભી કરવા સિવાય બીજું કંઈ કર્યું નથી. ડેમનું કામ વિલંબિત પૂર્ણ થવાને કારણે ગુજરાતની ધરતી વર્ષો સુધી તરસતી રહી, તે જ મહિલાના ખભા પર હાથ મૂકીને કોંગ્રેસના નેતાઓ પ્રવાસે નીકળ્યા છે.
શાહના કોંગ્રેસ પર આકરા પ્રહાર
ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 42 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી નથી, જેમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જેવા ઘણા અગ્રણી નેતાઓનો સમાવેશ થાય છે. અન્ય કોઈ રાજ્ય હોત તો આ બાબતે હોબાળો થયો હોત. પરંતુ કેડર બેઝ પાર્ટી હોવા ઉપરાંત, બીજેપીની તરફેણમાં જે કંઈ જાય છે તે એ છે કે તેના બંને ટોચના નેતાઓ વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ છે. ઘણા ધારાસભ્યોએ ખાનગી વાતચીતમાં તેમની ટિકિટ કપાઈ હોવાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું પરંતુ એમ પણ કહ્યું હતું કે તેમને મોદી અને શાહ માટે ખૂબ માન છે અને તેઓ તેમની વિરુદ્ધ જવાનો વિચાર પણ ના કરી શકે.
ભાજપનો સૌથી મોટો ચૂંટણી દાવ
આમ પણ આખા ભારતમાં ફેક્ટર જ ભાજપનો સૌથી મોટો ચૂંટણી દાવ છે. શહેરી વિસ્તારો સાથે સાથે તે ગામડાઓના મતદારોને પણ એકત્રીત કરી શકે છે. આ સાથે ગૃહમંત્રી અમિત શાહની ચૂંટણીમાં કૂશળ રણનીતિ ગુજરાતમાં ભાજપના અભેદ્ય કિલા સમાન છે.
અમિત શાહની NEWS 18 સાથે ખાસ વાત
ઉદાહરણ તરીકે, કોંગ્રેસે જ્યારે જાહેરાત કરી કે તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ સરદાર પટેલના નામ પર રાખશે, ત્યારે ગૃહમંત્રી અમિત શાહે NEWS 18 સાથે વાત કરતા જવાબ આપતા કહ્યું કે ‘કોંગ્રેસને સરદાર પટેલનું નામ લેવાનો કોઈ અધિકાર નથી, સરદાર પટેલને ઈતિહાસમાં નામ ન મળે તે માટે ગાંધી-નેહરુ પરિવારે જીવનભર કામ કર્યું. પરંતુ મોદી સરકારે દેશભરમાંથી લોખંડ લઈને ખેડૂત નેતા સરદાર પટેલની સૌથી મોટી પ્રતિમા બનાવી છે.’
ગુજરાતની સ્થિતિમાં ઘણો બદલાવ
2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપથી ગુજરાતની સ્થિતિમાં ઘણો બદલાવ આવ્યો છે. તત્કાલીન વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છના પુનર્વસનમાં કમાલની કામગીરી કરી બતાવી છે. તે વખતથી ભાજપ અને મોદીએ ગુજરાતમાં “પરફોર્મન્સ” ને તેમનું ટ્રમ્પ કાર્ડ બનાવ્યું અને શાસનનું “ગુજરાત મોડેલ” જન્મ્યું. તે બાદ નવી યોજનાઓ શરૂ કરી. ગુજરાતમાં રોકાણ લાવવામાં વાઇબ્રન્ટ ગુજરાત ખૂબ જ સફળ રહ્યું હતું.
કોંગ્રેસના રાજમાં 250 દિવસ કર્ફ્યુ રહેતો
કાયદો અને વ્યવસ્થા અંગે ન્યૂઝ 18 સાથે વાત કરતા અમિત શાહે કહ્યું, ‘એક સમય હતો જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી અને વર્ષમાં 250 દિવસ કર્ફ્યુ લાગેલો રહેતો હતો. પરંતુ આજે જો તમે 20 વર્ષના છોકરાને પૂછો કે કર્ફ્યુ શું છે, તો તે કહી શકશે નહીં કારણ કે, તેણે ભાજપના શાસનમાં ક્યારેય કર્ફ્યુ જોયો નથી. ગુજરાત એક સરહદી રાજ્ય છે, આવી સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાનો મોટો પ્રશ્ન બની રહે છે. કાયદો અને વ્યવસ્થા સારી હોવા તો શિક્ષણનું સ્તર પણ વધે છે અને સાથે સાથે વેપારમાં પણ વધારો થાય છે. છેલ્લા 20 થી વધુ વર્ષોથી ગુજરાત જીવનધોરણનો સ્તરો પર ટોચનું રાજ્ય રહ્યું છે અને ભાજપ તેના પ્રદર્શનને આભારી છે.
ભાજપે દરેક સાથે સમાનતા રાખી: અમિત શાહ
ભાજપના ઉમેદવારોના નામ પર નજર કરવામાં આવે તો જ્ઞાતિ સમીકરણ સિવાય પાર્ટીએ યુવા અને મહિલા મતદારોને પણ પોતાની રણનીતિના કેન્દ્રમાં રાખ્યા છે. આ વખતે પાટીદારો અને ઓબીસીને 100થી વધુ બેઠકો આપીને ભાજપે જ્ઞાતિ સમીકરણ બનાવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો છે. ભાજપે ઓબીસીને 59, પાટીદારોને 45, અનુસૂચિત જાતિને 13 અને અનુસૂચિત જનજાતિને 27 બેઠકો આપી છે જ્યારે 14 બ્રાહ્મણ, 13 ક્ષત્રિય, 4 જૈન સમુદાયના નેતાઓને ટિકિટ આપવામાં આવી છે.
35 ઉમેદવારોની ઉંમર 50 વર્ષથી ઓછી
ઓબીસી સમાજમાંથી ભાજપે પાટીદાર સમાજ સાથે સાથે પ્રજાપતિ, કોળી, ઠાકોર, ક્ષત્રિય, માળી, ચૌધરી, રાણા, ખારવા જેવી નાની સમાજના લોકોને પણ ટિકિટ આપી છે. આ સાથે પાર્ટીએ 14 મહિલાઓને ટિકિટ આપી છે. જ્યારે 35 ઉમેદવારોની ઉંમર 50 વર્ષથી ઓછી છે. જૂના ધારાસભ્યો અને ઉમેદવારોની ટિકિટ કાપવાથી નવા ચહેરાઓને પણ તક મળશે જે એન્ટી ઈન્કમ્બન્સી ફેક્ટરને ઘટાડવામાં મદદ કરશે.
ભાજપ સામે ત્રણ પાર્ટીઓ મેદાનમાં
આ વખતે ભાજપ સામે ચૂંટણીના મેદાનમાં કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટી પણ છે. ન્યૂઝ 18 સાથે વાત કરતા ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે, ‘સોનિયા-મનમોહન સિંહની સરકારના 10 વર્ષના કાર્યકાળમાં 12 લાખ કરોડના કૌભાંડો થયા હતા. કોંગ્રેસના શાસનમાં કૌભાંડોની ગણતરી કરવી ભારે મુશ્કેલ હતી અને ભાજપના શાસનમાં કૌભાંડો શોધવા મુશ્કેલ છે. મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે પરંતુ ગુજરાતની ચૂંટણીમાંથી કોંગ્રેસના મોટા નેતાઓ ગાયબ છે.’
આપ પર અમિત શાહના પ્રહાર
ગાંધી પરિવારમાં પણ ગુજરાતને લઈને અત્યાર સુધી કોઈ ખાસ સક્રિયતા જોવા મળી નથી. દિલ્હીથી આવેલી આમ આદમી પાર્ટી પણ નવા નવા સમાચારોને કારણે સવાલોના વર્તુળમાં છે, પછી તે એક્સાઈઝ પોલિસીને લઈને હોબાળો હોય કે સત્યેન્દ્ર જૈનની જેલમાં મસાજ કરવાની ઘટના હોય. તેના કારણે આમ આદમી પાર્ટી દિલ્હીની જેમ ગુજરાતમાં જે પણ મુદ્દા ઉઠાવી રહી છે, તેનાથી ખાસ કોઈ પ્રતિભાવ મળતો નથી.
1960થી પ્રાથમિક શિક્ષણ મફત
આ મોડેલમાં મફત વીજળી, શાળા, હોસ્પિટલની વાત છે. ન્યૂઝ 18 સાથે વાત કરતા અમિત શાહે તેનો જવાબ આપતા કહ્યું કે, ‘વિરોધી પક્ષો હાસ્યાસ્પદ દાવા કરી રહી છે કે પ્રાથમિક શિક્ષણ મફત હશે. પરંતુ અમારે ત્યા તો 1960થી પ્રાથમિક શિક્ષણ મફત છે.’ ત્રીજો પક્ષ ચૂંટણી મેદાનમાં ઉતર્યા પછી પણ અમિત શાહે જવાબ આપ્યો કે ત્રીજો પક્ષ અગાઉ પણ આવ્યો હતો. જ્યારે કેશુભાઈએ પક્ષ બનાવ્યો, શંકરસિંહ વાઘેલાએ પણ પક્ષ બનાવ્યો, ચમનભાઈ પટેલે પણ પક્ષ બનાવ્યો પરંતુ ત્રીજા પક્ષને ગુજરાતે ક્યારેય સ્વીકાર્યો નથી.
મતદાન ગણતરી આઠ ડિસેમ્બરે થશે
ગુજરાતમાં બે ચરણમાં મતદાન થવાનું છે, એક ડિસેમ્બરે પહેલા ચરણમાં અને પાંચ ડિસેમ્બરે બીજા ચરણનું મતદાન યોજાશે. મતદાન ગણતરી આઠ ડિસેમ્બરે કરવામાં આવે છે. પરંતુ હાલમાં જે સંકેતો મળી રહ્યા છે તે પ્રમાણે ભાજપ ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળે છે. NEWS 18 સાથે વાત કરતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “ભુપેન્દ્રભાઈ પટેલ જ આગામી મુખ્યમંત્રી હશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Aamit shah, Assembly Election, Assembly Election 2022, Gujarat Assembly Election 2022