ભારતની સૌથી અઘરી મેરેથોન તથા દુનિયાની સૌથી ઊંચાઈએ યોજવામાં આવેલી મેરેથોન એટલે લદાખ મેરેથોન. આ મેરેથોનમાં 30 દેશોના દોડવીરો એ ભાગ લીધો હતો. જેમાં 8,000 થી પણ વધુ લોકોએ જોડાયા હતા. 11 સપ્ટેમ્બર 2022 ના રોજ લદાખ મેરેથોનું આયોજન NDS લદાખ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું. આ મેરેથોનની શરૂઆત લદાખ સ્ટેડિયમથી શરૂ થઈને ત્યાં જ પૂર્ણ કરવામાં આવી હતી. આ મેરેથોનમાં 10 કિમી, 21.1 કિમી., 42.2 કિમી જેટલો રૂટ ત્રણ ભાગમાં રાખવામાં આવ્યો હતો. તદુપરાંત મેરેથોન રૂટ પર દર પાંચ કિલોમીટરના અંતરે હેલ્પ સેન્ટરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરના ચાર દોડવીરો પૈકી રુબી એ 42.2 કિમી- 7 કલાક 28 મિનિટમાં, અલકા સે 21.1 કિમી- 2 કલાક 55 મિનિટમાં, નીના એ 21.1 કિમી.- 3 કલાક 15 મિનિટમાં તથા માહેન એ 10 કિમી.- 1 કલાક 10 મિનિટમાં પૂર્ણ કર્યું. આ મેરેથો બીજી મેરેથોન કરતા ખૂબ જ કઠિન હોય છે. જેથી દરેક દોડવીરની એક ઈચ્છા હોય છે કે જીવનમાં એક વખત તો લદાખ મેરેથોનમાં ભાગ લઈ તેને પૂર્ણ કરવું. આ લદાખ મેરેથોન કઠિન હોવાથી 65 ટકા લોકો જ પૂર્ણ કરી શક્યા હતા.
આ પણ વાંચો: ઈન ટુ ધ વાઈલ્ડ થીમ અંતર્ગત પ્રાર્થી શાહના ચિત્રો પ્રદર્શિત કરાયા; અદ્ભૂત ફોટોગ્રાફી જોઈ થઈ જશો નિ:શબ્દ
ખાસ વાત તો એ છે કે, વડોદરા શહેરના આ ચાર દોડવીરો પૈકી 3 મહિલાઓ અને 1 પુરુષ હતા. જેમાં બે મહિલાઓ કાર્યરત છે અને એક ગૃહિણી છે. આ ગૃહિણી નિનાબેન, જેમને અસ્થમા હોવા છતાં પણ આટલી કઠિન મેરેથોનમાં ભાગ લેવાનું સહસ કર્યું અને તેને પૂર્ણ પણ કરી બતાવ્યું. આખા મેરેથોન દરમિયાન અસ્થમા પંપ તેમણે જોડે રાખ્યો હતો પરંતુ એક પણ વખત એમને આ પંપનો ઉપયોગ કર્યો નહીં.
તદુપરાંત રૂબી સાથે વાત કરતા જાણવા મળ્યું કે, તેઓ ઘણા સમયથી કદાચ મેરેથોન માટે પ્રેક્ટિસ કરતા હતા. દરરોજના બે થી ત્રણ કલાકનું વર્કઆઉટ કરતા હતા. તથા જાણવા મળ્યું કે લદાખ મેરેથોનમાં 40 થી 50% જેટલું ઓક્સિજનનું લેવલ રહેતું હતું. આ મેરેથોનમાં ખાસ ખજૂરને મીઠામાં નાખીને ખાતા, ચાર પાંચ કેળા ખાવા પડ્યા હતા, મસૂલીને પાણીમાં ભેળવીને ખાવાનું હોય, ગ્લુકોઝ જેવું એનરઝલ પીધું, તથા જ્યારે પગમાં ક્રેમ્પ આવી હતી ત્યારે લીંબુ ને મીઠું માં ડુબાડીને ખાધું હતું.
વધુમાં રૂબીએ જણાવ્યું કે, મારી 42 કિલોમીટરની મેરેથોનમાં અધવચ્ચે મને પગમાં ક્રેમ્પ આવી ગઈ હતી તથા આસપાસ નજીકમાં કોઈપણ હેલ્થ સેન્ટર હતું નહીં. થોડા સમય બાદ એક દોડવીરે આવીને મને ઊભી કરીને મદદ કરી હતી અને એમ્બ્યુલન્સ પણ બોલાવી આપી હતી. છતાં પણ મેં એમ્બ્યુલન્સમાં બેઠી નહીં અને મેરેથોનને પૂર્ણ કરી. લદાખ મેરેથોન માટે લગભગ 55 થી 60 હજાર જેટલો ખર્ચ થયેલ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર