- રિઝર્વ બેંકે રૂપિયાના બચાવ માટે ૨૦૨૧ના અંતથી લગભગ ૧૦૦ બિલિયન ડોલર ફોરેક્સ અનામતનો ઉપયોગ કર્યો છે
નવી દિલ્હી : મોર્ગન સ્ટેનલીએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે, ભારતના ફોરેક્સ રિઝર્વમાં ઝડપથી ઘટાડો થતાં, કેટલાક રોકાણકારો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ૫૦૦ બિલિયન ડોલરથી નીચેનો ઘટાડો રિઝર્વ બેંકને વ્યાજદરમાં વધુ આક્રમક રીતે વધારો કરવાની ફરજ પાડશે. બીજા શબ્દોમાં કહીએ તો, જો ડોલર નબળો પડવાનું શરૂ થાય તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ફરીથી રિઝર્વ ેકઠા કરવાનું શરૂ કરી શકે છે. આનાથી રૂપિયો નીચા સ્તરે રહેશે.
આરબીઆઈએ ચલણના બચાવ માટે ૨૦૨૧ના અંતથી લગભગ ૧૦૦ બિલિયન ડોલર ફોરેક્સ અનામતનો ઉપયોગ કર્યો છે. આ પ્રકારની કાર્યવાહી અર્થપૂર્ણ છે કારણ કે તે પહેલા ફોરેક્સ અનામત એકઠું કરી રહ્યુ ંહતું અને તે ફુગાવા વધે નહીં તે માટે રૂપિયામાં સ્થિરતા ઈચ્છે છે.
૨૦૨૨ની શરૂઆતમાં ભારતીય રૂપિયાએ વધુ સારો દેખાવ કર્યો હતો. પરંતુ ઓગસ્ટમાં શરૂ થયેલા યુઆનના અવમૂલ્યનથી રૂપિયો તૂટવા માટે દબાણ આવ્યું હતું. જે સ્તરનો આરબીઆઈ બચાવ કરી રહી છે. ૨૦૨૩માં અપેક્ષા રાખી શકાય કે રૂપિયો, નબળો ડોલર હોવા છતાં, તેના એશિયન સમકક્ષોની તુલવામાં સારો દેખાવ કરશે.
કોમોડિટી વ્યૂહરચનાકારો અપેક્ષા રાખે છે કે, આગામી વર્ષના અંત સુધીમાં તેલના ભાવ ૧૧૦ ડોલર બેરલ સુધી પહોંચી જશે. ચીન ફરી ધમધમતું થવાથી ઘરેલું મુસાફરી પહેલાની જેમ શરૂ થશે અને હવાઈ અને કારની મુસાફરીને કારણે બળતણની વધતી માંગ પણ તેલના ભાવને ટેકો આપી શકે છે. જે સરવાળે ભારનતા ચાલુ ખાતા અને રૂપિયા પર ભાર મૂકશે.
બોન્ડ માર્કેટમાં, બજાર ૬.૫ ટકાના ટર્મિનલ રેટમાં ભાવ ચાલુ રાખે છે, જે અમારા મતે, સ્ટોકી ફોર ફુગાવાને જોતાં વ્યાજબી છે. હકીકત એ છે કે હેડલાઈન ફુગાવો માર્ચ ૨૦૨૩ પહેલા ૬ ટકાથી નીચે નહીં આવે તે સૂચવે છે કે આરબીઆઈ હજુ પણ આકરા પગલા ભરી શકે છે.