Table of Contents
મેટલ કારોબારને મજબૂત કરવા નિર્ણય લેવાયો
મનીકંટ્રોલની એક રિપોર્ટ અનુસાર, ટાટા સ્ટીલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ કે, મર્જ યોજનાની સમીક્ષા સ્વતંત્ર નિર્દેશકોની સમિતિ અને ઓડિટ સમિતિ દ્વારા કરવામાં આવી છે. 2019 પછી ટાટા સ્ટીલે 116 સંલગ્ન સંસ્થાઓને ઓછી કરી દીધી છે. મર્જ કરવાનો આ નિર્ણય નિયમનકારી મંજૂરી મળ્યા બાદ અમલમાં આવશે. કંપનીએ તેના માટે સ્ટોક એક્સચેન્જ અને એનસીએલટીની મંજૂરી લેવી પડશે. જાણકારોનું કહેવુ છે કે, ટાટા સ્ટીલે તેમના મેટલ કારોબારને મજબૂત બનાવવા માટે આ પગલું લીધુ છે.
આ પણ વાંચોઃ મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા સસ્તી થઈ શકે, નવા નિયમોથી તમારા ખિસ્સા પરનો ભાર હળવો થઈ શકે
આ ફાયદો થશે
ટાટા સ્ટીલના પ્રમાણે, આ મર્જરનો ઉદ્દેશ કારોબાર અને મેનેજમેન્ટ સ્ટ્રક્ચરને સરળ બનાવવાનો અને બધી જ કંપનીઓની ક્ષમતાઓ અને તકોને એકસાથે લાવીને તેનો મહત્તમ ફાયદો ઉઠાવવાનો છે. કંપનીનું કહેવુ છે કે, મર્જથી સંચાલન ક્ષમતાઓમાં વધારો થશે અને બિઝનેસમાં પણ સુધારો થશે. મર્જ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખર્ચ ધટાડવામાં મદદ મળશે. તેનાથી શેર ધારકો સહિત પક્ષોને પણ લાભ થશે. મર્જરથી આ કંપનીઓની સામાન્ય સુવિધાઓનો ઉપયોગ આસાન બનશે અને સાથે જ દરેક કંપની માટે અલગ-અલગ મંજૂરી લેવાની જરૂરિયાત નહિ રહે.
આ પણ વાંચોઃ Stock Market: સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે ખૂલ્યું શેરબજાર, 250 પોઇન્ટનું ગાબડું
શેરનો સ્વેપ રેશિયો
ટાટા સ્ટીલના અનુસાર, ટાટા સ્ટીલ અને ટીઆરએફનો સ્વેપ રેશિયો 17થી 10 રહેશે. આનો અર્થ છે કે, દરેક 10 ટીઆરએફ શેર પર ટાટા સ્ટીલના 17 શેર મળશે. ટાટા સ્ટીલ લોન્ગ પ્રોડક્ટના દરેક 10 શેર માટે ટાટા સ્ટીલના 67 શેર મળશે. ટિન પ્લેટના દરેક 10 શેર માટે ટાટા સ્ટીલના 33 શેર મળશે. ટાટા મેટલિક્સના દરેક 10 શેર માટે ટાટા સ્ટીલના 79 શેર મળશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર