A controversial video of one more person in Rajkot city has gone viral on social media


રાજકોટ: રાજકોટ શહેરમાં વધુ એક વ્યક્તિનો વિવાદીત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવાનો કાયદાનું ભાન ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. એક યુવાન જાહેરમાં પિસ્તોલ તેમજ બંદૂક સાથે જોવા મળ્યો હતો. સાથે જ રાજકોટ શહેરના બીઆરટીએસ રોડ ઉપર ફોર્ચ્યુનર કાર ચલાવતો પણ જોવા મળ્યો હતો. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઇ આવે છે કે, ફોર્ચુનર કારની નંબર પ્લેટ ફેન્સી છે, તેમજ કાળા કાચ પણ જોવા મળી રહ્યા છે. આમ યુવાન દ્વારા ટ્રાફિકના નિયમોનો ઉલાળીયો કરવામાં આવ્યો છે. જાણે પોલીસનો ખોફ જ ન હોય તે પ્રમાણે એક બાદ એક વિવાદીત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વીડિયોમાં દેખાઈ રહેલા યુવકનું નામ વિશ્વરાજસિંહ ચુડાસમા છે.

વિશ્વરાજસિંહ ચુડાસમાના જુદા-જુદા વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જેમાં કેટલાક વીડિયોમાં તે પિસ્તોલ સાથે દેખાઈ રહ્યો છે. જ્યારે કેટલાક વીડિયોમાં 12 બોર શોટગન સાથે દેખાઈ રહ્યો છે. પોલીસ દ્વારા વાયરલ વિડીયો મામલે વિશ્વરાજસિંહ ચુડાસમા વિરુદ્ધ કઈ-કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવશે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.

આ પણ વાંચો: કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીજ્ઞેશ મેવાણીને 6 મહીનાની સજા ફટકારવામાં આવી

ઉલ્લેખનીય છે કે, થોડાક સમય અગાઉ રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશનમાં આવેલા ન્યારીડેમ ખાતે કેટલા યુવાનો ડેમના પાણીમાં થાર કાર ચલાવતા નજરે પડ્યા હતા. તાલુકા પોલીસ દ્વારા સ્મિત કિશોરભાઈ સખીયા, છાયાંશુ અશોકભાઈ સગપરીયા, તેમજ રવિ વેકરીયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તાલુકા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ત્રણ આરોપીઓ પૈકી છાયાંશુ અશોકભાઈ સગપરીયાને થાર કાર સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે અન્ય બે આરોપીઓ પકડાયા છે કે કેમ તે અંગે તાલુકા પોલીસ દ્વારા કોઈ પ્રેસ રિલીઝ કરવામાં આવી નથી.

Published by:Azhar Patangwala

First published:

Tags: Crime news, Gujarat News, Rajkot News



Source link

Leave a Comment