આરોપીની હાલ એસઓજી એ અમરાઈ વાડી વિસ્તારમાંથી ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસને 5.12 લાખનું 51 ગ્રામ એમડી ડ્રગ મળી આવ્યું છે. આરોપી પૂર્વ વિસ્તારમાં છૂટક પ્રમાણમાં આ ડ્રગ આપતો હતો. જે ભાવે તે ડ્રગ ખરીદતો તેનાથી ઊંચી કિંમતે ડ્રગ વેચતો અને જે નફો મળે એનાથી પોતાના માટે ડ્રગ ખરીદતો હતો. અને આરોપી પોતે પણ પાંચેક વર્ષથી ડ્રગનો બંધાણી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો- અમદાવાદના માણેકચોકમાં વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી
આરોપીને ગોમતીપુરના અખ્તર ખાન નવાઝખાન પઠાણ નામના વ્યક્તિએ આ ડ્રગ આપ્યું હતું. જે હાલમાં ફરાર છે. તેણે અગાઉ કેટલા લોકોને કેટલા પ્રમાણમાં આ ડ્રગનો જથ્થો આપ્યો છે. એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. સાથે જ આરોપી વર્ષ 2004થી આંગડિયા લૂંટ, આર્મ્સ એક્ટ અને પ્રોહીબિશનના અસંખ્ય ગુનામાં પણ ઝડપાઇ ચુક્યો છે. આરોપીએ અનેક સમયથી ડ્રગ કેરિયર બન્યો હોવાનું પણ સામે આવ્યું છે.સુત્રોનું કહેવું છે કે હાલના ડ્રગ કેરિયરોનું આ મોટું ષડયંત્ર પણ સામે આવી રહ્યું છે. આરોપીઓ વિધર્મી લોકોને ડ્રગના રવાડે ચઢાવવાનું પણ કામ કરી રહ્યા છે. ત્યારે વોન્ટેડ આરોપીની ધરપકડ બાદ શુ હકીકત સામે આવે છે એ જોવાનું રહેશે.
આ પણ વાંચો- પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે મહાપૂજા
મહત્વની વાત એ છે કે ડ્રગની સામે એક મોટી મુહિમ ચાલી રહી છે અને જેમાં ડ્રગ સપ્લાય કરનાર અને વેચનારને પકડવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત ATS દ્વારા હાલમાં પણ મોટી કાર્યવાહી કરી દરિયામાંથી 200 કરોડનું હેરોઇન કબ્જે કરવામાં આવ્યું છે અને ડ્રગ પાકિસ્તાનથી આવ્યું હોવાનું સામે આવી ચૂક્યું છે. પોલીસ દ્વારા યુવાધનને બરબાદ થતા રોકવા માટે અનેક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad crime news, Drugs Case, Drugs racket