A handicraft fair was organized to make Gujarat an attractive and entertaining place.AGP – News18 Gujarati


Parth Patel, Ahmedabad: અમદાવાદ હાટ એ હસ્તકલા હાથશાળના કારીગરોને શહેરી બજાર ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્ર સરકાર પુરસ્કૃત આર્બનહાટની યોજના હેઠળ આ હાટ તૈયાર કરવામાં આવેલ છે. આ હાટમાં હાથશાળ અને હસ્તકલાના કારીગરો માટે એક્ઝિબિશન હોલ, કારીગરો માટે વેચાણના પાકા સ્ટોલ તથા ડોરમેટરી જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવેલ છે.

આ હાટમાં રાજ્યના તેમજ દેશભરના તમામ હસ્તકલા - હાથશાળના કારીગરોને સ્ટોલ ફાળવવામાં આવે છે. આ સ્થળે તહેવારો દરમ્યાન ખાસ ઉત્સવ, મેળાઓ અને પ્રદર્શનોનું પણ આયોજન થાય છે. આ મેળામાં પટોળા સાડી, કચ્છ અને જામનગરની બાંધણી, હસ્તકલાની ચીજવસ્તુઓ જેવી કે પેચવર્ક, મોતીકામ, ચણીયાચોળી જોવા મળે છે.

આ ઉપરાંત બ્લોક પ્રિન્ટની ચાદરો, સોફા કવર, મોતીકામના ઘરેણાં, ખંભાતના અકીક, સંખેડાના સોફાસેટ પણ જોવા મળે છે. આ એક્ઝિબિશનનો હેતુ દેશભરના હાથશાળ - હસ્તકલા વગેરે તમામ ગ્રામ્ય કારીગરોને ખુબ જ જરૂરી એવી બજારની સુવિધા પૂરી પાડવી અને એ રીતે તેઓને સક્ષમ રોજગારી પૂરી પાડવી. જેમાં આ વખતે 100 થી પણ વધારે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.

1. અનવર હાસમ ખત્રી

તેઓ કચ્છમાં આવેલા અજરખપુરના વતની છે. તેમનું વર્ક ગુજરાતના ખાસ અજરખ પ્રિન્ટ વર્ક માટે જાણીતું છે. જેમાં તેઓ સાડી, દુપટ્ટા, ફેબ્રિક, બેડશીટ વગેરે પર અજરખ પ્રિન્ટનું કામ કરી આપે છે.

2. ચંચળબેન ઠાકોર

તેઓ દાહોદના વતની છે. તેમની કારીગરીમાં વાંસમાંથી બનાવેલા લેમ્પ, બાઉલ, મોતીમાંથી બનાવેલા સેટ, પાયલ, બંગડી, દરવાજાના હેન્ગર, ફાનસ વગેરે જોવા મળે છે.

આ પણ વાંચો: આ હાટ બજારમાં ઉપલબ્ધ છે તમામ પ્રકારની હાથ બનાવટની વસ્તુઓ; આ સમયે લઈ શકો છો મુલાકાત

3. કૃષ્ણકાન્ત રાજપૂત

તેમના પિતાએ શરૂ કરેલી આ અનોખી કારીગરી છે. જેમાં તેઓ મેટલ થ્રેડ આર્ટ વર્ક તરીકે જાણીતા છે. જેમાં તાંબા, પિત્તળના વાયરનો ઉપયોગ કરીને જુદા જુદા પેઈન્ટિંગ અને ગિફ્ટ આર્ટિકલ બનાવે છે. આ માટે તેમના પિતાને ગુજરાત સરકાર દ્વારા એવોર્ડ પણ મળેલ છે.

4. નિમી પરમાર

તેઓ કાપડ પર પેઈન્ટિંગ કરી સુંદર ડિઝાઈન બનાવે છે. તેઓ પહેલા કોટનના કાપડ પર પ્રિન્ટ કરે છે. ત્યારબાદ તેની પર ફેબ્રિક કલર દ્વારા ડિઝાઈન બનાવે છે.

5. તૃષા કોષ્ઠી

તેઓ સિદ્વિ વિનાયક હસ્તકળા મંડળી સાથે સંકળાયેલા છે. જેમાં મંડળમાં જોડાયેલી મહિલાઓએ બનાવેલા શોર્ટ ટોપ તથા અલગ અલગ ડિઝાઈનની કુર્તીઓ જોવા મળે છે. આ ઉપરાંત મલ કાપડના ટ્યૂનિક્સ પર લેસ લગાવી સુંદર ડિઝાઈન પણ રજૂ કરેલ છે.

સરનામું : અમદાવાદ હાટ, વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ. આ એક્ઝિબિશનનો સમય બપોરે 12.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધીનો હોય છે.

First published:

Tags: Kutch Handicraft



Source link

Leave a Comment