બાળકના માથાના ભાગે પથ્થર વડે મારીને લોહી લુહાણ હાલતમાં બાળકનો મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અજાણ્યા બાળકનો મળી આવેલ મૃતદેહને લઈ હત્યાનો ગુનો નોંધી સંતરામપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી બાળકની હત્યાને લઇ તપાસ હાથ ધરતા આખરે માતાએ જ પોતાના કાળજા ના કટકાને ચાર વર્ષના બાળકની હત્યા કરાઈ હોવાનું સામે આવતા પોલીસે તેની હત્યારી માતાની શોધખોળ શરૂ કરી છે.
સમગ્ર બનાવ અંગે નાની ભુગેડી ગામમાં હત્યા કરાઈ હતી. બાળકના માતા-પિતા અને અન્ય એક ભાઈ મજુરી કામ અર્થે ભુજ ગામે રહી પરિવારનું ભરણપોષણ કરતા હતા પરંતુ કહેવાતી માતા નામે સવિતાના કચ્છના એક યુવાન સાથે અનૈતિક સંબંધ બંધાયા હતા અને તેની સાથે અવારનવાર મળવા જતા અનૈતિક સંબંધની જાણ તેના પતિને થતા આખરે પતિ-પત્ની સહિત પોતાના બે બાળકોને લઈ પોતાના વતન સંતરામપુરના નાની ભુગેડી ગામે આવ્યા હતા પરંતુ પોતાના વતનમાં આવી જતા પત્નીને મંજૂર નહોતું અને પતિને વારંવાર ભુજ ખાતે પણ જવાનું કહેતા પતિ ના કહી ગામમાં જ મજૂરી અને ખેતી કામ કરવાનું કહ્યું હતું.
આ પણ વાંચો- રસ્તે રખડતા ઢોરનો રસ્તો શું? રાજ્યના રસ્તા પર રખડતા ઢોરનો અડિંગો, જુઓ વીડિયો
આખરે પત્ની સવિતા ઉશ્કેરાઈ વારંવાર પતિ અને પરિવાર સાથે ઝઘડાઓ કરતી હતી. ત્યારે પતિને અન્ય સાથે પત્નીના અનૈતિક સંબંધની જાણ થતાં ફરી ભુજ ગામે કામ અર્થે જવાનું ટાળી દીધું હતું અને ગામમાં જ રહી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ પત્નીને તે મંજૂર ન હતું અને આખરે પત્ની સવિતા પોતાના ચાર વર્ષના નાના દીકરાને લઈ પોતાના પિતાના ઘરે રહેવા લાગી હતી. બાદમાં પોતાના પિતાના ઘરેથી બાળકને લઈ ભુજ ખાતે જવા રવાના થઈ હતી પરંતુ નાની ભુગેડી ગામ ખાતે બાળકને ભુજના લઈ જવા માટે ચાર વર્ષના કુમળા બાળકને માથાના ભાગે પથ્થર મારી લોહી લુહાણ કરી હત્યા કરી બાળકને મોતની ઘાટ ઉતારી ભુજ ગામે રહેતા પોતાના પ્રેમી પાસે જતી રહી હતી.
આ પણ વાંચો- રાજ્ય પર વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય, મેઘરાજા જતાં-જતાં પણ જમાવટ કરી જશે
હત્યા બાદ પોલીસની તપાસમાં માતાએ જ હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે ભુજ ગામેથી હત્યારી માતાની ધરપકડ કરી સંતરામપુર ખાતે લાવી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે રિમાન્ડ દરમિયાન હત્યા પાછળ કોણ કોણ સંડોવાયું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Mahisagar News, ગુજરાત, મહિસાગર