A multi-specialty free medical camp will be held at Chaudhary Nursing College.abg – News18 Gujarati


Abhishek Barad, Gandhinagar:અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત ચૌધરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, સેકટર 7, ગાંધીનગર ખાતે મલ્ટી સ્પેશિયાલિટી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત ચૌધરી ઈન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ તથા નવસર્જન ક્લિનિક (સરગાસણ) ના સંયુક્ત ઉપક્રમે ચૌધરી ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ સેકટર-7 ખાતે તારીખ 18 સપ્ટેમ્બર 2022 રવિવારના રોજ સવારે 9:00 થી 12:00 વાગ્યાના સમયે મલ્ટિ સ્પેશિયાલિટી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ડૉ. મૌલિતા કાપડિયા (MD, Medicine હૃદય રોગ, ડાયાબિટીસ, થાઇરોડ, ફેફસાના રોગ તથા તમામ પ્રકારના તાવની સારવારના નિષ્ણાંત ઉપસ્થિત રહેશે.

ડૉ. પ્રિયંકા વિરાણી (MBBS, DGO, પ્રસુતિ અને સ્ત્રી રોગના નિષ્ણાંત), ડૉ. ઉત્પલ પટેલ (MD Dermatologist, ચામડી, વાળ, નખના નિષ્ણાંત), ડૉ. ભૌમિક રાવલ (MS, Opthalmologist, આંખના રોગના નિષ્ણાંત) જેવા ડોક્ટરો ઉપસ્થિત રહી સેવા આપશે. આ કેમ્પમાં લાભ લેનાર દર્દીઓને લેબોરેટરી ટેસ્ટ રાહત દરેક કરી આપવામાં આવશે. બધા દર્દીઓને પોતાના જુના રિપોર્ટ સાથે લાવવાનું રહેશે. તેવું કોલેજના પ્રિન્સિપાલ પ્રો. મેહુલ જૈન એ જણાવ્યું હતું. આ કેમ્પ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરિભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાશે.

મલ્ટી સ્પેશિયાલિટી ફ્રી મેડિકલ કેમ્પમાં લાભ લેવા ઇચ્છતા વ્યક્તિએ અગાઉ 7041571154, 9913383081 પર સંપર્ક કરવો. સ્થળ: ચૌધરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, સેક્ટર 7, ગાંધીનગર.

First published:



Source link

Leave a Comment