ગાંધીનગરમાં પ્રથમવાર આ રીતે મેયર પરિષદ યોજાશે, આ માટે પ્રદેશ ભાજપથી લઈને ગાંધીનગર મહાનગર ભાજપ સંગઠ દ્વારા તૈયારી કરી દેવામાં આવી છે. તા. 20 અને 21 એમ બે દિવસ માટે અખિલ ભારતીય મેયર પરિષદ યોજાવાની છે. આ બેઠક ફાઈવ સ્ટાર હોટેલ લીલા હોટલ ખાતે યોજાશે. બે દિવસીય બેઠકમાં દેશના વિવિધ રાજ્યોમાંથી મેયર અને ડે. મેયર મળીને કુલ 140 લોકો ગાંધીનગરમાં આવવાના છે. બે દિવસની પરિષદમાં ભાગ લેવા માટે મોટાભાગના મેયર અને ડે.મેયર 19મીએ ગુજરાત આવી જશે. મેયર પરિષદના આયોજન માટે થઈને પુર્વ મેયરો અને પુર્વ ડે.મેયરોની સાથે પણ મહાનગર ભાજપ સંગઠન દ્વારા બેઠક કરીને જવાબદારી સોંપવામાં આવી હોવાની વિગતો છે.
આ પણ વાંચો: રાજ્યમાં માલધારી સમાજના વિવિધ પ્રશ્નો મુદ્દે 21મીએ દૂધ હડતાળ; નાગજી દેસાઈ સરકારને ઘેરશે
મહાનગર માન્ય સંગઠન દ્વારા મહાપાલિકા ખાતે આયોજન અંતર્ગત બેઠક યોજવામાં આવી હતી. જેમાં મહિલા મોરચાર્થી લઈને તમામને જવાબદારીઓ સોંપવા અંગે ચર્ચા કરાઈ હતી. બે દિવસીય બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરાશે. પ્રદેશ મોવડી પણ મેયર પરિષદને સફળ બનાવવા તથા દેશભરમાંથી આવનારા મેયરો ગુજરાત અને ખાસ કરીને ગાંધીનગરની છાપ ઉંચી લઈને જાય તે માટે એડી ચોટી જોર લગાવી રહ્યા છે. હાલમાં ગાંધીનગરમાં આંદોલનની સિઝન ચાલી રહી છે. એ સ્થિતીએ બંપર પરિષદ ગાંધીનગર યોજવાનો નિર્ણય કરાયો છે. તેને લઈને પણ પ્રદેશ સંગઠનના નેતાઓ ચિંતીત છે. દેશભરમાંથી આવનાર મેયર અને ડે. મેયર મહેમાનગતિમાં કચાશ ના રહી જાય તેની તૈયારીઓ થઈ ગઈ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gandhinagar News, Hotel, Mayor