દેશભરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે વલસાડ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે અનોખી ભેટ આપવામાં આવી છે. વલસાડના ઉંટડીમાં આવેલી શાંતાબેન વિદ્યાભવનના મહિલા આચાર્યએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લેખિત ‘હીરાબાનો હીરલો’ પુસ્તકનું વિમોચન કર્યું હતું .આ સંસ્થાના ટ્રસ્ટીઓ અને સ્ટાફ દ્વારા હીરાબાનો હીરલો નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: હવે સરકારી હોસ્પિટલોમાં સાંજે 8 કલાક સુધી દર્દીઓને ઓપીડી દ્વારા સારવાર અપાશે
મહત્વપૂર્ણ છે કે, આ પુસ્તક શાળાના મહિલા આચાર્ય ભાવનાબેન મિસ્ત્રી દ્વારા લખવામાં આવ્યું છે અને પુસ્તકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રચિત 25 જેટલી કવિતાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વલસાડ જિલ્લામાંથી અનોખી ભેટ આપવામાં આવી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લખિત 25 કવિતાઓના સંગ્રહ સ્વરૂપે હીરાબાનો હીરલો નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat News, Happy Birthday PM Modi, PM Modi પીએમ મોદી, Valsad