પ્રથમ ઘટના રાજકોટ નજીક નવાગામના ઢોરાં પાસે બની છે જ્યાં તળાવમાં પાંચ મહિલાઓ ડૂબી હતી. આ ઘટનામાં ત્રણનો આબાદ બચાવ થયો છે અને બે લોકો બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટરલમાં ખસેડાઇ હતી. જોકે બેભાન અવસ્થામાં દાખલ કરાયેલ એક બાળક અને મહિલાનું મોત નિપજ્યું છે. તમને જણાવી દઇએ કે, નવાગામના આ તળાવમાં કપડાં ધોવા ગયેલી યુવતીઓ અને મહિલા ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. જોકે રાજકોટ ફાયરબ્રિગેડની ટીમને જાણ થતા જ ટીમ પહોંચી ગઇ હતી અને રેસ્ક્યુ દરમિયાન એક મહિલા અને એક યુવતીને 108 મારફતે ગંભીર હાલતમાં સિવિલમાં ખસેડાઇ હતી.
રાજકોટના નવાગામ રંગીલા નગર પાસે પાણીના ખાડામાં આ દુર્ઘટના બની હતી. જેમાં પાણીના ખાડામાં કપડાં ધોવા સમયે એક બાદ એક પાંચ લોકો ડૂબી ગયા હતા. પાણીમાં ગરકાવ થયેલ એક બાળક અને બાળકીને બચાવવા જતા ત્રણ લોકો પાણીમાં ડૂબી ગયા હતા. ડૂબેલા પાંચ પૈકી એક મહિલા અને એક બાળકીનું મૃત્યુ થયુ છે જ્યારે 3 ને બચાવી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો- અમદાવાદમાં છપ્પન વર્ષની ઉંમરે મહિલા એવું કામ કરતા પકડાઈ કે મોટા ગુનેગારો પણ શરમાય
અન્ય એક ઘટના દમણના દરિયામાં બની હતી જેમા 5 પ્રવાસીઓ દરમિયામાં ડૂબ્યા હતા. જેમાંથી 2 ને બચાવી લેવાયા છે તો ત્રણ ની શોધખોળ ચાલુ છે. પોલીસ અને ફાયર બ્રિગેડ સહિત તરવૈયાઓની ટીમ સ્થળ પર પહોંચીને રેસ્ક્યુની કામગીરી શરૂ કરી છે. આ તમામ પ્રવાસીઓ સુરતથી દમણ ફરવા આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે.
આ પણ વાંચો- ‘ચંદીગઢ યુનિવર્સિટી’ની શરમજનક ઘટના પર સોનુ સૂદનું નિવેદન
ત્રીજી ઘટનામાં પંચમહાલના શહેરાની અણીયાદ ચોકડી પાસે આઠ વર્ષનું બાળક ખાડામાં ગરકાવ થયું હતું. લગભગ 10 કલાકની શોધખોળ બાદ આ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. નિર્માણધીન બિલ્ડીંગના પાછળના ભાગમાં ખોદવામાં આવેલા ખાડામાં આ ઘટના બની હતી. આ ખાડામાં પાણી પણ ભરેલું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર