A young man from Savarkundla city who has Both the kidneys on the same side,then also he is fit.aga – News18 Gujarati


Abhishek Gondalia, Amreli: મેડિકલ સાયન્સમાં જવલ્લેજ જોવા મળતો આ કિસ્સો છે. અમરેલી જિલ્લાનાં સાવરકુંડલાના એક અમિત મુખર્જી નામના યુવાનને જમણી તરફ બે કિડની હોવાનું તેના રિપોર્ટમાં આવ્યું છે.સામાન્ય બીમારીને કારણે સાવરકુંડલાનો એક યુવાન ડો પ્રવિણ પટેલ પાસે સારવાર માટે ગયો હતો. ડોક્ટરે આ યુવાનને સોનોગ્રાફી અને રીપોર્ટ કરવા મોકલવામાં આવ્યો. એક કલાક બાદ જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે સૌ ચોંકી ઉઠ્યા હતા.

આ રિપોર્ટમાં માલુમ પડ્યુ કે, અમિત મુખર્જીને જન્મ જાત બંને કિડનીઓ એક તરફ જ છે. ડોક્ટરોનાં જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે માણસને માત્ર ડાબે અને જમણે એમ બે કિડનીઓ હોય છે પણ અમિતને આ બંને કિડનીઓ માત્ર જમણી બાજુ છે અને ઉપર નીચે છે. મહત્વની વાત એ છે કે, આ કિડનીઓ એક બાજુ છે છતાંય અમિતને શારીરિક કોઇ તકલીફ નથી.અમિત મુખર્જીને થોડા દિવસ પહેલા વાયરલ ઇન્ફેક્શન હોવાથી તે સાવરકુંડલાના ડો. પ્રવિણ પટેલના દવાખાને ગયો હતો અને ત્યારે આ સમગ્ર વિગત જાણવા મળી હતી. ડોક્ટરે જણાવ્યું કે, ખુબ રેર કિસ્સામાં માણસને તેની બંને કિડનીઓ એક તરફ હોય છે. અમિતને જમણી તરફ જ બંને કિડની ઉપર નીચે છે અને બને કિડની તેનું કાર્ય સારી રીતે કરી છે.

ડો. પ્રવિણ પટેલે જણાવ્યુ કે, મેડિકલ સાયન્સમાં આને રિનલ એકટોપિયા તરીકે ઓળખવામાં આવે છે જે હજારોમાં એક વ્યકતિને હોય છે. આ યુવાન ની કિડની જમણી તરફ નીચે ઉપર ખૂબ સારી રીતે કામ કરી રહી છે પરંતુ આગળ જતાં ડિપ્રેશન જેવી નાની મોટી બીમારી થઈ શકે પરંતુ હાલ આ યુવાન એક દમ સ્વસ્થ છે.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Amreli News, Doctors, Hospitals, Kidney Issue, Treatments



Source link

Leave a Comment