શહેરના વસ્ત્રાલ ખાતે રહેતી 20 વર્ષીય યુવતી સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલી એક કોલેજમાં એમ.એસ.સી માઈક્રો બાયોલોજીમાં અભ્યાસ કરે છે. આ યુવતી ઘરેથી બીઆરટીએસ બસમાં કોલેજ આવ જા કરે છે. તેની જ સોસાયટીમાં રહેતા એક યુવક સાથે આ યુવતીને મિત્રતા હતી. પાંચેક વર્ષથી બંને વચ્ચે મિત્રતા હતી પણ અઢી વર્ષથી યુવતીએ કોઈ સંબંધ ન રાખ્યો હોવા છતાંય યુવક તેને લગ્નની લાલચ આપી વાત કરવા પ્રયાસ કરતો હતો.
આ પણ વાંચો- કોલેજિયન યુવતીએ હોસ્ટેલમાં આપઘાત કર્યાના 4 માસ બાદ થયો મોટો ઘટસ્ફોટ
છેલ્લા એક અઠવાડિયાથી યુવતી જ્યારે જ્યારે કોલેજ જવા નીકળે ત્યારે આ યુવક બાઇક પર તેનો પીછો કરતો હતો. યુવતીએ આ બાબતે તેના માતા પિતાને કહેતા તેઓએ યુવકને સમજાવ્યો હતો. છતાંય યુવક આ યુવતીનો એકતરફી પ્રેમમાં પાગલ બની પીછો કરતો હતો. ગઈકાલે આ યુવકે ફરી પીછો કરી યુવતીને બાઇક પર બેસી જવા દબાણ કર્યું હતું. યુવતીએ મનાઈ કરી છતાંય આ યુવક માન્યો નહોતો.
આ પણ વાંચો- થોડા પૈસાની લાલચમાં હાઈ વે પર મુસાફરને બેસાડતા પહેલા ચેતી જજો!
યુવકે આખરે આ યુવતીનો હાથ પકડી તેની છેડતી કરી અડપલાં કર્યા હતા. ગભરાઈ ગયેલી યુવતીએ પોલીસને જાણ કરતા સરખેજ પોલીસે આ યુવક સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે હાલ પોલીસે છેડતી અને અડપલાંનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીના ફોન પણ કબ્જે લઈ કોઈ ગુનાહિત કામ કર્યું છે કે કેમ તે બાબતે તપાસ શરૂ કરાઇ છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad Crime latest news, Ahmedabad police, અમદાવાદ, ગુજરાત, સરખેજ