Aamir Khan’s brother Faisal’s big claim regarding the death of Sushant Singh Rajput


બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને બે વર્ષ થઈ ગયા છે. અભિનેતાના મૃત્યુ પછી બોલિવૂડ બે છાવણીમાં વહેંચાઈ ગયું હતું અને સુશાંત સિંહ રાજપૂતને ન્યાય મળવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારબાદ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તેમના મૃત્યુની તપાસ કરવામાં આવી હતી. હવે આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાને અભિનેતાના નિધનને લઈને કેટલાક વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે.

સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂન 2020 ના રોજ મુંબઈમાં તેના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને અવસાન થયું હતું. સુશાંત સિંહ રાજપૂતના નિધન પર નિવેદન આપતા આમિર ખાનના ભાઈ ફૈઝલે ટાઈમ્સ નાઉ નવભારતને કહ્યું, ‘મને ખબર છે કે તેની હત્યા કરવામાં આવી હતી. કેસ ખુલશે કે નહીં તે તો સમય જ બતાવશે.

સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસમાં ઘણી એજન્સીઓ સામેલ છે

તેણે આગળ કહ્યું કે,’ઘણી એજન્સીઓ (CBI, ED, NCB) આમાં સામેલ છે. તપાસ ચાલી રહી છે. ઘણી વખત સત્ય સામે આવતું નથી. હું પ્રાર્થના કરું છું કે સત્ય બહાર આવે જેથી દરેકને ખબર પડે. તમને જણાવી દઈએ કે ફૈઝલ ખાન કોઈપણ ખચકાટ વગર પોતાની વાત કહેવા માટે જાણીતો છે. તેણે આમિર ખાન સાથેના સંબંધો વિશે ખુલીને વાત કરીને લોકોને ચોંકાવી દીધા હતા.

આ પણ વાંચો- ધંધુકા બગોદરા રોડ પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત

સુશાંત સિંહ રાજપૂતની બહેન મીતુ સિંહે તાજેતરમાં રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ પર કટાક્ષ કર્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને લખ્યું હતું, ‘સુશાંતનું બ્રહ્માસ્ત્ર આ બોલિવૂડને બરબાદ કરવા માટે પૂરતું છે. બોલિવૂડ હંમેશા જનતા પર હુકુમ ચલાવવા માંગે છે.

Published by:rakesh parmar

First published:

Tags: Death of Sushant, Suicide of sushant singh rajput, Sushant singh rajput, Sushant singh rajput case



Source link

Leave a Comment