આ બેઠકમાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અનુસાર, 20 રાજ્યોના લગભગ 1500 લોકો આગળના રસ્તા પર ચાલવા માટે ચર્ચા માટે એકઠા થયા હતા. આ બેઠકમાં મોટા ભાગના લોકો દિલ્હી અને પંજાબથી આવ્યા હતા. ત્યાં જ આ કાર્યક્રમમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જર્મનીથી વીડિયો કોન્ફરન્સના માધ્મથી શામેલ થયા હતા.
‘અમે ગુજરાતમાં સરકાર બનાવવા જઇ રહ્યા છીએ’
આ બેઠકમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આજે 20 રાજ્યોના 1,446 જનપ્રતિનિધિઓ એકઠા થયા છે, આ તે બીજ છે જે ભગવાને વાવ્યા છે. દિલ્હી અને પંજાબમાં આ બીજ એવા વૃક્ષો બની ગયા છે જે લોકોને છાંયડો અને ફળ આપી રહ્યા છે. ગુજરાતમાં પણ ભગવાને 27 બીજ વાવ્યા છે, જેનાથી વૃક્ષો ખીલશે. ગુજરાતમાં અમે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. અરવિંદ કેજરીવાલે પોતાનો મત વ્યક્ત કરવા માટે મહાકાવ્ય મહાભારતની સામ્યતાનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું- ’10 વર્ષની AAP શક્તિશાળી વિરોધીઓને હરાવી રહી છે અને જેમ કૃષ્ણએ બાળપણમાં ઘણા રાક્ષસોને હરાવ્યા હતા. તમે પણ કૃષ્ણજીની જેમ ગંદી રાજનીતિમાં સામેલ મોટી પાર્ટીઓને નીચે લાવી રહ્યા છો. આપણે બેરોજગારી, ભ્રષ્ટાચાર અને મોંઘવારીનો સામનો કરી રહ્યા છીએ.’
આ પણ વાંચો- અમેરિકામાં કિર્તીદાન ગઢવીના કાર્યક્રમમાં કોઠારિયાના કમાને આટલા ડોલરની ભેટ મળી
AAP ગુજરાત માટે ખાસ રણનીતિ બનાવી રહી છે
તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાનું શરૂ કરી દીધું છે. આ પ્રયાસના ભાગરૂપે પાર્ટીએ પંજાબના સાંસદ રાઘવ ચઢ્ઢાને ગુજરાતના સહ-પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. રાષ્ટ્રીય બેઠક દરમિયાન રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે મને પંજાબ બાદ ગુજરાતના સહ-પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના 27 વર્ષના કુશાસનથી લોકો ખૂબ જ દુઃખી છે. ગુજરાત ભ્રષ્ટાચાર, નકલી દારૂ અને ડ્રગ્સનું આશ્રયસ્થાન બની ગયું છે. ગુજરાતમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે. ગુજરાત કેજરીવાલના શાસન મોડલને અપનાવવા તૈયાર છે.
આ પણ વાંચો- બાળકીને બચાવવા જતા પાંચ મહિલા પાણીમાં ડૂબી, બે લોકોના મોત
શું હશે ‘મોદી vs કેજરીવાલ’ની લડાઈ?
ખરેખરમાં આમ આદમી પાર્ટી ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણી અને 2024ની સામાન્ય ચૂંટણીને ‘મોદી વિરુદ્ધ કેજરીવાલ’ની લડાઈમાં ફેરવવા માંગે છે. આ જ કારણ છે કે અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટી ખાસ કરીને ભાજપ શાસિત રાજ્યોમાં પ્રચાર કરી રહી છે. દરેક વખતે મોંઘવારીના મુદ્દે ભાજપ સરકારને ઘેરવાના પ્રયાસો થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ પોતે ગયા અઠવાડિયે ગુજરાત ગયા હતા. તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન તેમની ઓટો ટ્રાવેલને લઈને ઘણી ચર્ચા થઈ હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર