તાજેતરમાં જ સેબીએ અદાણી ગ્રુપને ઓપન ઓફર લાવવાની મંજૂરી આપી હતી
ન્યુઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ, કંપનીએ ઓપન ઓફર માટે પ્રાઈસ બેન્ડ 294 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે સેબીએ એનડીટીવીમાં એડિશનલ હિસ્સો લેવા માટે અદાણી ગ્રુપની 492.81 કરોડ રૂપિયાની પ્રસ્તાવિત ઓફરને 7 નવેમ્બરે મંજૂરી આપી હતી.
અદાણી ગ્રુપે ઓગસ્ટમાં VCPLનું અધિગ્રહણ કરવાની જાહેરાત કરી હતી
અદાણી ગ્રુપે ગત ઓગસ્ટમાં વિશ્વપ્રધાન કમર્શિયલ પ્રાઈવેટ લિમિટેડનું અધિગ્રહણ કરવાની જાહેરાત કરી હતી. વીસીપીએલએ એનડીટીવીના ફાઉન્ડર્સને એક દાયકા પહેલા 400 કરોડ રૂપિયાથી વધુ રકમ લોન પર આપી હતી. આ લોનની અવેજીમાં લેન્ડર્સે કોઈ પણ સમયે એનડીટીવીમાં 29.18 ટકા હિસ્સો લેવાની જોગવાઈ રાખી હતી.
17 ઓક્ટોબરે ઓપન ઓફર લાવવાની કરી હતી જાહેરાત
અદાણી ગ્રુપના અધિગ્રહણ પછી બીસીપીએલએ 17 ઓક્ટોબરે જાહેરાત કરી હતી કે તે એનડીટીવીના અલ્પાંશ શેરહોલ્ડરો પાસેથી એડિશનલ 26 ટકા હિસ્સો ખરીદવા માટે ઓપન ઓફલ લાવશે. વીસીપીએલની સાથે એએમજી મીડિયા નેટવર્ક્સ અને અદાણી એન્ટરપ્રાઈઝીઝ લિમિટેડ આ 26 ટકા હિસ્સો ખરીદશે.
ઓપન ઓફર અંતર્ગત 1.67 કરોડ શેરની ઓફર
ઓપન ઓફર અંતર્ગત 294 રૂપિયા પ્રતિ શેરની કિંમત પર 1.67 કરોડ શેરની ઓફર કરવામાં આવશે. ફુલ સબ્સક્રિપ્શન મળવાની સ્થિતિમાં આ ઓપન ઓફરની સાઈઝ 492.81 કરોડ રૂપિયા થશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર