After 12th Science strong response for admission to Degree Architecture course rv


અમદાવાદ, ધોરણ 12 સાયન્સ પછી એન્જીનિયરિંગના ઘણા કોર્ષમાં (engineering courses after 12th science) વળતા પાણી જોવા મળી રહ્યા છે ત્યારે બીજીતરફ 12 સાયન્સ પછી ડિગ્રી આર્કિટેક્ચર (degree architecture) અભ્યાસ ક્રમમાં પ્રવેશ માટે જોરદાર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. પ્રથમ રાઉન્ડમાં કુલ 21 સંસ્થાઓની સ્ટેટ ક્વોટાની કુલ 984 બેઠકો ઉપર 656 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.

પ્રવેશ સમિતિ દ્વારા ડિગ્રી આર્કિટેક્ચર અભ્યાસક્રમ માટે ની પ્રોવિઝનલ મેરીટ યાદી જાહેર કરવામાં આવી છે. આ મેરીટ યાદીમાં ગુજરાત અને અન્ય રાજ્યોના અલગ અલગ બોર્ડ માંથી 12 - સાયન્સ/ડિપ્લોમા પાસ કરાયેલ 1213 વિદ્યાર્થીઓનો મેરીટ માં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ રાઉન્ડની બેઠકોની ફાળવણી જાહેર કરવામાં આવતા ડિગ્રી આર્કિટેક્ચર અભ્યાસક્રમમાં પ્રથમ રાઉન્ડમાં કુલ 21 સંસ્થાઓની સ્ટેટ ક્વોટાની કુલ 984 બેઠકો ઉપર 656 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.a

આ પણ વાંચો: મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા ધોરણ 10-12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર, આવી રીતે કરો ડાઉનલોડ

જેમા ૦૨ સરકારી અનુદાનિત આર્કિટેક્ચર સંસ્થાઓની 88 બેઠકો માંથી 88 બેઠકો પર પ્રવેશ ફાળવામાં આવી છે. તેમજ 19 પ્રાઇવેટ સંસ્થાઓની ૮૯૬ બેઠકો માંથી ૫૬૮ બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવી છે. પ્રથમ રાઉન્ડમાં કુલ 21 સંસ્થાઓમાંથી 10 સંસ્થાઓની સ્ટેટ ક્વોટાની તમામ 100 % બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. તેમજ 05 સંસ્થાઓની સ્ટેટ ક્વોટાની 50 % કરતા વધુ બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓ 21 સપ્ટેમ્બર થી 23 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન ફી ભરી ને પ્રવેશ મેળવી શકશે. આ ઉપરાંત વધુ માહિતી માટે ઉમેદવારોને પ્રવેશ સમિતિની વેબસાઈટ www.jacpcldce.ac.in ઉપર થી પ્રવેશ ને લગતી બીજી માહિતી મળી શકશે. તેમજ પ્રવેશ સબંધિત કોઇપણ માહિતી માટે ઉમેદવારો પ્રવેશ સમિતિ ની હેલ્પલાઇન પર સંપર્ક કરી શકે છે.

આ પણ વાંચો: NEET 2022: સરકારી મેડિકલ કોલેજમાં નથી મળતું એડમિશન? બીજા શું છે વિકલ્પો? શું એક વર્ષનો ડ્રોપ લેવો જોઈએ?

મહત્વનુ છે કે એકતરફ સિવિલ એન્જીનિયરિંગ, મિકેનિકલ એન્જીનિયરિંગ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ જેવા એન્જીનિયરિંગના અભ્યાસક્રમ માટે કોલેજોએ વિધાર્થીઓ શોધવા પડે તેવી સ્થિતિ છે તેની સામે ડિગ્રી આર્કિટેક્ચર અભ્યાસક્રમ કર્યા બાદ નોકરીની અઢળક તકો હોવાના કારણે આર્કિટેક બનવાનો ક્રેઝ વિધાર્થીઓમાં વધી રહ્યો છે.

Published by:Rahul Vegda

First published:

Tags: Career Guidelines



Source link

Leave a Comment