વિગતવાર વાત કરીએ તો, વડોદરામાં આરોપી ભીખાલાલ વાલજીભાઇ મોરડીયા, આચાર્ય, વર્ગ-૧, શ્રી જે.વી.આર્ટ્સ એન્ડ એમ.સી. પટેલ કોમર્સ કોલેજ મુવાલ, તા-પાદરા, જી-વડોદરામાંથી રૂપિયા 2500ની લાંચ લેતા પકડી લેવામા આવ્યું છે. ફરીયાદીના સાતમા પગાર પંચનુ બીજુ એરીયર્સનુ સ્ટીકર આપવા બાબતે આ કામના આરોપીએ ફરીયાદી પાસે લાંચ પેટે રૂ.૨,૫૦૦/- ની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આરોપીને આપવા માંગતા ના હોય, ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આરોપીએ ફરીયાદી પાસેથી રૂા.૨,૫૦૦/- માંગી, સ્વીકારી, સ્થળ પર રંગેહાથ પકડાઇ ગયેલ છે.
બીજા કેસમાં જીગ્નેશકુમાર બિપીનચંદ્ર પંડ્યા, સર્કલ ઓફિસર (વર્ગ-૩), મામલતદાર કચેરી લુણાવાડા તા. લુણાવાડા જી. મહીસાગર ને પણ રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગે હાથ પકડી લેવામાં આવ્યા છે. જેમાં ફરિયાદીના કુટુંબી ભાઈએ વેચાણ રાખેલ જમીન ફરિયાદીના કાકાના નામે કરવા સારું કાચી નોંધ પડી ગયેલ હોય જે નોંધ પાકી કરવાના અવેજ પેટે આરોપીએ રૂ.૧૦,૦૦૦/- ની માંગણી કરેલ, જે લાંચ ફરિયાદી આપવા માંગતા ના હોય, એસીબીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદ અન્વયે બે રાજ્યસેવક પંચોને સાથે રાખી આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાંની માંગણી કરી, સ્વિકારી ઝડપાઇ ગયેલ છે.
વિધાનસભામાં વિરોધ કરતા એક દિવસ માટે કોંગ્રેસના વેલમાં આવેલા ધારાસભ્યો થયા સસ્પેન્ડ
ત્રીજા કેસની વાત કરીએ તો, આરોપી વિવેકભાઈ જયંતિભાઈ કેવડીયા, પેટા હિસાબનીશ, વર્ગ-૩, પેન્શન ચુકવણી કચેરી, જીલ્લા સેવા સદન-૨, અઠવાલાઇન્સ, સુરત રૂપિયા 60 હજારની લાંચ લેતા પકડી પાડવામા આવ્યું છે. જેમાં ફરિયાદીના પતિ સરકારી ખાતામાં ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામેલ અને તેઓને મળતા કુટુંબ પેન્શનની રકમમાં મળવાપાત્ર વધારાની રકમની કાર્યવાહી કરવા અને ફરિયાદીને પેન્શનમાં અંદાજીત રકમ રૂ.૨,૬૦,૦૦૦/- મળવાપાત્ર હોય. જેમાંથી આરોપીએ રૂ.૬૦,૦૦૦/- ની લાંચ પેટે ફરીયાદી પાસે માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૬૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી, લાંચની રકમ સ્વિકારી સ્થળ ઉપર પકડાઈ ગયેલ છે.
અમદાવાદ: સ્ત્રીઓને ફોન વાપરવાની મનાઇ છે, પતિનો પરિણીતા પર ત્રાસ
ચોથા કેસની વાત કરીએ તો ભરૂચમાં કેસ કરવામાં આવ્યો છે અને જેમાં આરોપી રાજેનભાઇ ગોરધનભાઇ પટેલ, વહીવટદાર (તલાટી), વર્ગ-૩, ઝાડેશ્વર ગ્રામ પંચાયત, તા.જી.ભરૂચ ને 47,500 ની લાંચ લેતા પકડી લેવામા આવ્યું છે. જે કેસમાં ફરીયાદી કોન્ટ્રાકટરનો ધંધો કરતા હોય, તેઓને ઝાડેશ્વર ગ્રામ પંચાયત તરફથી આર.સી.સી. રોડ તથા પેવર બ્લોકનું કામ કરવાનો કોન્ટ્રાકટ મળેલ. જે કામો તેઓએ પુરા કરી દીધેલ હોય, જે તમામ કામોના બિલના કુલ રૂા.૮,૬૫,૦૦૦/- તેઓને લેવાના થતા હોય તે નાણાંના ચેક આપવા માટે આ કામના આરોપીએ ફરીયાદી પાસે બીલની રકમના ૫.૫% લેખે રૂા.૪૭,૫૦૦/- ની માંગણી કરતાં, જે લાંચની રકમ ફરીયાદી આરોપીને આપવા માંગતા ના હોય, ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ કરતાં તેઓની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરેલ.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: અમદાવાદ, ક્રાઇમ સમાચાર, ગુજરાત