ahmedabad cruel father arrested for scolded her nine years daughter


અમદાવાદઃ શહેરના સોલા વિસ્તારમાંથી હેવાન પિતાની ક્રૂરતા સામે આવી છે. નવ વર્ષની સગી દીકરીને આરોપી પિતા માર મારતો હતો અને ચીપિયા વડે ડામ આપી તેના પર અત્યાચાર ગુજારતો હતો. ત્યારે આ મામલે બાળકીના મામાએ સોલા પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે કેસની ગંભીરતા સમજીને તાત્કાલિક આરોપી પિતાની ધરપકડ કરી હતી.

મામાએ પોલીસ ફરિયાદ કરી

મળતી માહિતી પ્રમાણે, પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતા સોલા હાઇકોર્ટમાંથી છૂટાછેડા લીધા હતા. ત્યારે સમજૂતીથી બાળકીને પિતા પોતાની સાથે લઈ ગયા હતા. અવારનવાર પિતા બાળકી પર અત્યાચાર ગુજારતા હતા. બાળકીને અસહ્ય ત્રાસ આપતા હતા. બાળકીને ઘરકામ કરવાની નાની-નાની બાબતોમાં માર મારી શરીર પર અલગ-અલગ જગ્યાએ ડામ આપતો હતો. જ્યારે બાળકીને હોસ્પિટલ લઈ ગયા ત્યારે તેના મામાને આ ઘટનાની જાણ થતા તેમણે આરોપી પિતા જીતુ રબારી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોઃ હેવાન પિતાએ 11 વર્ષની દીકરી પર અનેક વાર ગુજાર્યો બળાત્કાર

પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

પોલીસે આ કેસની ગંભીરતા સમજીને આરોપી પિતાની તાત્કાલિક ધરપકડ કરી હતી અને તેને જેલભેગો કર્યો હતો. હાલ પોલીસે આરોપી પિતાની પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vivek Chudasma

First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad police



Source link

Leave a Comment