ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાય કરવામાં આવી રહ્યા છે. સાથે જ આગને પગલે અફરાતફરીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. હાલ આગનું કારણ જાણવા મળ્યું નથી. કયા કારણોસર આગ લાગી છે તે માહિતી અત્યારે સામે આવી નથી. પરંતુ હાલ આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે તે માટે ફાયર બ્રિગેડ દ્વારા જહેમત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ: લો ગાર્ડનમાં દેખાઈ રહ્યો છે નવરાત્રીનો રંગ
આગ કોમ્પ્લેક્સના ટોપ ફ્લોર એટલે કે 12માં માળે લાગી હોવાથી આગ પર કાબૂ મેળવવા માટે બહાર મુશ્કેલી પડી રહી છે. છેક 12માં માળે પાણીનો મારો ચલાવવી આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યું છે. આગના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જોઇ શકાય છે કે કેવી રીતે આગળની જ્વાળાઓ જોવા મળી રહી છે અને આની ચિંગારીઓ પણ ઉડી રહી છે. જોકે, આગને પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ એકઠા થઇ ગયા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Gujarat News