હાલમાં જ અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ વિવાદમાં આવી હતી. જેમાં સ્કૂલમાં ધોરણ 9ની વિદ્યાર્થિનીઓને સ્કૂલનો પીટીનો જ શિક્ષક બીભત્સ મેસેજ કરતો હોવાનું સામે આવ્યું હતું. સ્કૂલમાં રવિરાજસિંહ પીટીનો શિક્ષક ધોરણ-9ની વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા પર મેસેજ કરતો હતો. શરૂઆતમાં સામાન્ય મેસેજ હોવાથી વિદ્યાર્થિનીઓ વાતચીત કરતી હતી ત્યારબાદ શિક્ષકએ વિદ્યાર્થિનીઓને આઈ લવ યૂ, આઈ મિસ યૂ, મારે તને મળવું છે સહિત અનેક મેસેજ કરતો હતો.
વિદ્યાર્થિનીઓને મેસેજ મોકલનાર શિક્ષક
જે બાદ શિક્ષક પીટીના લેક્ચરમાં વિદ્યાર્થિનીઓ બહાર રમતી હોય ત્યારે તેમને ધ્યાનથી જોતો હતો. આ મામલે વિદ્યાર્થિનીઓએ સ્કૂલમાં રજુઆત કરી હતી, છતાં સ્કૂલ દ્વારા કોઈ પગલાં ન લેવાતા આખરે વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો. વાલીઓનો વિરોધ અને ઉગ્ર રોષ જોતા સ્કૂલે કમિટી બનાવી તપાસ હાથ ધરી હતી. આ અંગે સ્કૂલે બનાવેલી ઇન્ટરનલ તપાસ કમિટીએ રિપોર્ટ રજૂ કર્યો છે.
આ પણ વાંચો: પંચમહાલ: 44 વર્ષનો પરિણીતી શિક્ષક 16 વર્ષની વિદ્યાર્થીનીને ભગાડી ગયો!
આ રિપોર્ટ અનુસાર પીટી શિક્ષક રવિરાજસિંહ ચૌહાણ કસુરવાર દોષિત સાબિત થયો છે. શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક સામે આવી છે. જેના કારણે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ દ્વારા શિક્ષકને સ્કૂલમા પ્રવેશ નિષેધ કરાયો છે. એટલું જ નહીં સ્કૂલના કોઇપણ સ્ટાફ સાથે વાતચીત કરવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. સ્કૂલ મેનેજમેન્ટ આગામી તપાસ માટે રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં કમિટીની રચના કરશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. બીજી તરફ આ મામલામાં પોલીસ ફરિયાદ બાદ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: I Love You, School, Teacher, અમદાવાદ