ચાંદખેડા વિસ્તારમાં આવેલા શ્યામ સારથી બંગ્લોઝમાં રહેતા 65 વર્ષીય વસંતકુમાર સોલંકીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે કે, પોતે નિવૃત જીવન ગુજારે છે અને પત્ની તેમજ પુત્ર સાથે રહે છે. 21મી સપ્ટે.ના દિવસે વસંતકુમાર અને તેમનો પરિવાર જમીને સુવા માટે રુમમાં ગયા હતા. પુત્ર પહેલા માળે સુવા ગયો હતો ત્યારે વસંતકુમાર બેઠક રુમમાં સૂઇ ગયા હતા, જ્યારે પત્ની વનીતાબેન બેડરુમમાં સૂઇ ગયા હતા. વહેલી પરોઢે ચારેક વાગ્યાની આસપાસ વનીતાબેને ચોર-ચોર નામની બુમાબુમ કરવા લાગ્યા હતા. વંસતકુમાર અને તેમનો પુત્ર તરત જ ઉઠી ગયા હતા અને વનીતાબેનના રુમમાં ગયા હતા. જ્યાં જઇને તેમને જોયું હતું કે, તિજોરી ખુલ્લી પડી છે અને વનીતાબેન ગભરાયેલા છે.
આ પણ વાંચો: નવરાત્રીમાં ગરબે ઘૂમ્યા બાદ ભૂખ લાગે તો ચિંતા નહીં, રાત્રે 12 વાગ્યા બાદ પણ ખુલ્લી રહેશે રેસ્ટારાં
વસંતકુમારે વનીતાબેનને પૂછ્યું તો તેમણે જણાવ્યુ હતું કે, મારી આંખ અચાનક ખુલી જતાં મેં જોયું તો તિજોરી પાસે એક શખ્સ ઉભો હતો અને ડ્રોવરનો સામાન ફેંદી રહ્યો છે. પહેલા તો વનીતાબેનને દિકરો આશિષ હોવાનું લાગ્યુ હતું. જેથી તેમણે પૂછ્યું કે, આશિષ શું કરે છે? શું કામ છે? વનીતાબેનનો અવાજ સાંભણીને શખ્સે તેની સામે જોયુ હતું અને હથિયાર બતાવીને કહ્યું હતું કે, ચુપ હો જા, વરના ગોલી મારકે જાન સે માર દુંગા… વનીતાબેને બુમાબુમ કરતા તે ભાગી ગયો હતો. ઘરના દરવાજાનો નકુચો તોડીને આવેલા શખ્સે 700 રૂપિયાની ચોરી કરીને નાસી જતા સોસાયટીને જાણ કરી હતી. દરમિયાનમાં વસંતકુમારને જાણવા મળ્યુ હતું કે, તેમની સોસાયટીમાં રહેતા મીલનભાઇ સુરેજાના ઘરમાં પણ શખ્સો ઘૂસ્યા હતા અને દરવાજનો નકુચો તોડીને સોનાની વીંટી અને રોક્ડની ચોરી કરીને નાસી ગયા હતા. બંગ્લોઝમાં સિક્યોરીટી ગાર્ડ હોવા છતાંય બે મકાનમાં ચોરીની ઘટના બનતા અનેક સવાલો ઉભા થયા છે. ચાંદખેડા પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજ મેળવીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Crime news, Gujarat News