મૂળ રાજસ્થાનની અને હાલ કઠવાડા ખાતે રહેતી 18 વર્ષીય યુવતી તેની માતા સાથે રહે છે અને અભ્યાસ કરે છે. વર્ષ 2001માં તેની માતાના લગ્ન થયા હતા પરંતુ બાદમાં માતા અને પિતાને મનમેળ ન આવતા 2009માં છૂટાછેડા લીધા હતા. આ યુવતીની માતા નિકોલ ખાતે લેડીઝ ટેલર દુકાન ભાડાની રાખી સિલાઈ કામ કરે છે. આ યુવતીની માતા વર્ષ 2006થી બાપુનગરના એક યુવકને ઓળખતી હતી અને તેની સાથે યુવતીની માતાને પ્રેમ સંબંધ હતો. માતાનો પ્રેમી અપશબ્દ બોલતો અને મારઝુડ કરતો હતો. જેથી યુવતી ની માતાએ છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રેમી સાથે સંબંધ તોડી નાખ્યો હતો. જેથી યુવતીની માતાને વારંવાર આ પ્રેમી હેરાન કરતો હતો.
ગત મે મહિનામાં યુવતીની માતાના આખા તેમજ અડધા ભાગના શરીરના ઓપન ફોટા યુવતીની માતાની દુકાનમાં આ પૂર્વ પ્રેમીએ નાખ્યા હતા. બાદમાં આ યુવતી અને તેની માતા કઠવાડા ખાતે આવતા યુવતીની માતાના પૂર્વ પ્રેમીએ વાહન આડુ કરી ગાળો બોલી યુવતીની માતાની છાતીના ભાગે હાથ મૂકી છેડતી કરી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી યુવતીની માતાએ પૂર્વ પ્રેમી સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો- લાઈટ બિલ ભરવાના બહાને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી છેતરપિંડી કરતી ગેંગથી સાવધાન
થોડા સમય બાદ આ પૂર્વ પ્રેમીએ યુવતીની માતા ઉપર નિકોલ પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં યુવતીની માતાની ધરપકડ કરવામાં આવી હતી અને સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવી હતી. થોડા દિવસ પહેલા યુવતીની માતાની જામીન અરજીના કામે તે સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટ મિર્ઝાપુર ખાતે ગઈ હતી. તે દરમિયાન યુવતીની માતાનો પૂર્વ પ્રેમી પણ વકીલ સાથે વાંધા અરજી મુકવા માટે આવ્યો હતો અને જામીન અરજીનું કામ પૂર્ણ થતા કોર્ટની બહાર નીકળી ગયા હતા.
આ પણ વાંચો- લગ્નના વર્ષો વિત્યા પછી પત્નીની અસલિયત આવી સામે, પત્ની પૂજા નહિ હસીના બાનો હોવાનો ખુલાસો
તે વખતે યુવતીની માતાના પૂર્વ પ્રેમીએ યુવતીની છાતીના ભાગે હાથ લગાવી છેડતી કરી હતી અને તું મારી સાથે સુવા નહીં આવે તો તારી માતાને એટ્રોસિટીના કેસમાં ફસાવી છે પણ ભવિષ્યમાં ચરસ ગાંજાના કેસમાં ખોટી રીતે ફસાવી દઈશ તેવી ધમકી આપી હતી. જેથી યુવતી ગભરાઈ ગઈ હતી અને બાદમાં સેન્ટ્રલ જેલ ખાતે જઈ તેની માતાના જામીન ઓર્ડરની પ્રોસેસ કરાવી ઘરે આવી હતી. યુવતીની માતા જામીન ઉપર મુક્ત થતાં આ બનાવની જાણ કરતા યુવતીએ માતાના પૂર્વ પ્રેમી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નથી તપાસ શરૂ કરી છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad crime Ahmedabad News, અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ, ગુજરાત