ભરૂચનાં સ્ટેશન રોડ ઉપર સિટી સેન્ટરમાં બી બ્લોકના બીજા માળે દુકાન નં. 201થી209 ખાતે 7600 ચોરસફૂટ વિસ્તારમાં આ સેન્ટર આકાર લઇ રહ્યું છે. તેમાં 11 ક્લાસરૂમ રહેશે તથા 1500થી વધુ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ ક્લાસિસ ઓફર કરી શકે છે. કનેક્ટેડ અને સ્માર્ટ ક્લાસરૂમની વિશેષતાઓ સાથે આ સેન્ટર તેના હાઇબ્રિડ કોર્સિસ માટે પણ વિદ્યાર્થીઓને અભ્યાસનો અનુકૂળ અનુભવ પૂરો પાડી શકે છે.
વિદ્યાર્થીઓ ઇન્સ્ટન્ટ એડમીશન કમ સ્કોલર્શિપ ટેસ્ટ (આઇએસીએસટી) માટે નોંધણી અથવા આકાશ બાયજૂસના નેશનલ ટેલેન્ટ હંટ એક્ઝામ માટે રજીસ્ટર કરાવી શકે છે, જે સંસ્થાનની ફ્લેગશીપ વાર્ષિક શિષ્યવૃત્તિ પરિક્ષા છે અને તાજેતરમાં તેની 13મી આવૃત્તિ પૂર્ણ થઇ છે.
આકાશ બાયજૂસ તેના ડાયરેક્ટ અને ઓનલાઇન ક્લાસરૂમ દ્વારા દર વર્ષે 3.30 લાખ વિદ્યાર્થીઓને નીટ, આઇઆઇટી-જેઇઇ અને ફાઉન્ડેશન પ્રોગ્રામ માટે પરિણામલક્ષી કોચિંગ સેવાઓ ઓફર કરે છે. વિશેષ કરીને દેશના વિવિઘ શહેરોના વિદ્યાર્થીઓ માટે તે ભૌતિક ઉપસ્થિતિમાં ઝડપી વિસ્તરણ કરી રહ્યું છે તેમજ તેની ક્લાઉડ-આધારિત ઓનલાઇન કોચિંગ સેવાઓ પણ વધારી રહ્યું છે.
ભરૂચમાં નવા સેન્ટરના લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં આકાશ બાયજૂસના મેનેજિંગ ડાયરેક્ટર આકાશ ચૌધરીએ જણાવ્યું હતું કે, અમે ભરૂચમાં પ્રવેશ કરતાં ઉત્સાહિત છીએ, જે હજારો નીટ, જેઇઇ અને ઓલમ્પિયાડ ઉમેદવારોનું ઘર છે તેમજ અમારી કોચિંગ સેવાઓનું મૂલ્ય સમજીને તેને પ્રાપ્ત કરવા ઇચ્છે છે.
આકાશ બાયજૂસ ખાતે અમે વિદ્યાર્થી-કેન્દ્રિત શિક્ષણને પ્રોત્સાહન આપવામાં વિશ્વાસ કરીએ છીએ, જેનો મતલબ તેમના ઘરની નજીક તેમની ઇચ્છાઓ અનુરૂપ શિક્ષણ પૂરું પાડવું. અમારી મુખ્ય વિશેષતા અભ્યાસક્રમની ગુણવત્તા ઉપરાંત તેની ડિલિવરી પણ છે, જે ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમ વચ્ચે સંતુલિત છે. ટૂંકમાં, અમે રિયલ અને વર્ચ્યુલ માધ્યમથી ઉત્તમ સેવાઓ ઓફર કરવા માગીએ છીએ, જેથી અમારા વિદ્યાર્થીઓના અભ્યાસના અનુભવો અને પરિણામોમાં સુધાર કરી શકાય તથા તેઓ તેમના શૈક્ષણિક સપનાને સાકાર કરી શકે છે.
તમારા શહેરમાંથી (ભરૂચ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bharuch, Education News, Local 18