All shows at just Rs 75/- for Godhra public through multiplexes on 23rd September.PSP – News18 Gujarati


Prashant Samtani, Panchmahal: છેલ્લા 3 વર્ષ ભયંકર કોરોના કાળના કારણએ લોકોએ જાણે થિએટર માં જવાનું જ બંધ કરી દીધું હોંય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા હતા. કોરોના ના કારણએ દેશ ભર માં મલ્ટિપ્લેકસો માં તાળાં વાગી ગયા હતા, જેનાં કારણએ મલ્ટિપ્લેકસ ના માલિકો ને ઘણી મોટી નુકશાની સહન કરવાનો વારો પણ આવ્યો હતો. પરંતુ જ્યારે વર્તમાન સમય મા પરિસ્થિતિ સુધરતી જોવા મળી રહી છે ત્યારે, જાહેર જનતા ફરી થી સિનેમા તરફ વડે તે હેતુ થી, તાજેતરમાં મલ્ટિપ્લેકસ એસોસિએશન દ્વારા 23 સપ્ટેમ્બર ને \”નૅશનલ સિનેમા દિવસ\” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે દિવસએ દેશ ભર ની 4000 થી વધુ મલ્ટિપ્લેકસ માં જાહેર જનતા માટે ટિકિટ ના દર માત્ર 75/- રૂપિયા જ વસુલવામાં આવશે તેમ નક્કી કરવામાં આવ્યું છે.

ગોધરા શહેરના સિનેમાપ્રેમી લોકો માટે ઘણા આનંદના સમાચાર છે કે, તારીખ 23 સપ્ટેમ્બર ના રોજ સિલ્વર સ્ક્રિન મલ્ટીપ્લેક્સ, દાહોદ રોડ તથા રાજાઈ સ્ક્વેયર મલ્ટિપ્લેકસ, લુણાવડા રોડ દ્વારા એક દિવસ પૂરતી ખાસ ઑફર જાહેર કરવામાં આવી છે. ગોધરા શહેર માં આવેલ બંને મલ્ટીપ્લેક્સો દ્વારા ગોધરા શહેર ની જનતા માટે 23 તારીખ ના રોજ દરેક શો માટે ફક્ત 75/- રૂપિયા જ ટિકિટ દર વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે.

સિલ્વર સ્ક્રિન મલ્ટીપ્લેક્સ માં લાગેલી 3 માંથી કોઈ પણ મુવી 23 તારીખ ના રોજ માત્ર 75/- ની ટીકીટ ચૂકવી જોઈ શકો છો.જેમાં

(1) બ્રહ્માસ્ત્ર. - રણવીર કપૂર અને આલિંયા ભટ્ટ નું 9 સપ્ટેમ્બર 2022 ના રોજ રિલીઝ થયેલ ખૂબ પ્રચલિત મૂવી. જે 2h 47m નું રહેશે અને તેને IMDB 5.6/10 નું રેટીંગ મળેલ છે.

(2) ચૂપ , રિવેંજે ઓફ થી આર્ટિસ્ટ - દુલકર સલમાન, સનીદેઓલ ની સાથે સાથે ઘણા સારા કલાકારોનું 23 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયું મૂવી. જે 2h 15 m નું રહેશે, તેને IMDB 8.8/10 નું રેટિંગ મળેલ છે.

(3). વીર ઈશા નું સીમંત. - ગુજરાત માં ડંકો વગાડનાર મલ્હાર ઠાકર અને પૂજા જોશી નું 9 સપ્ટેમ્બર ના રોજ રિલીઝ થયેલ ગુજરાતી મૂવી. જે 2h 5 m નું રહેશે, તેને IMDB 8.1/10 નું રેટિંગ મળેલ છે.

સિલ્વર સ્ક્રીન મલ્ટિપ્લેકસ ના શો ટાઈમ -

(1). બ્રહ્માસ્ત્ર - 12.30, 3.30, 6.30, 9.45

(2). ચૂપ - 12.15, 2.45, 7.30

(3). વીર ઈશા નું સીમંત. - 5.15

સિલ્વર સ્ક્રિન મલ્ટીપ્લેક્સ - દાહોદ રોડ, ગોધરા

સંપર્ક - 7990543043

રાજાઈ સ્ક્વેયર મલ્ટીપ્લેક્સ માં લાગેલ મૂવી બ્રહ્માસ્ત્ર ના શો ટાઈમ - 12.00 , 3.15 , 6.30, 9.45.

રાજાઈ સ્ક્વેયર મલ્ટીપ્લેક્સ, લુણાવાડા રોડ, ગોધરા

સંપર્ક - 7433960700

તમારા શહેરમાંથી (પંચમહાલ)

First published:

Tags: Cinema hall, Hollywood Movie, Panchmahal News



Source link

Leave a Comment