Amit Shah convened meeting amid raids on PFI locations


નવી દિલ્હી:સમગ્ર દેશમાં ટેરર ફન્ડિંગ અને કેમ્પ ચલાવવાના મામલામાં પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાની વિરુદ્ધ મોટું અભિયાન ચલાવવામાં આવ્યું છે. કેરળ, તમિલનાડુ અને યુપી સહિતના દેશના 10 રાજ્યોમાં એએનઆઈ અને ઈડીની ટીમે પીએફઆઈના સ્ટેટથી લઈને જિલ્લા સ્તરના નેતાઓના ઘરે રેડ કરી છે અને લગભગ 100થી વધુ કેડરની ધરપકડ કરી છે. આ બાબતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના નિવાસ સ્થાને એક મહત્વની મીટિંગ કરી રહ્યાં છે. મીટિંગમાં એનએસએ, એએનઆઈ મહાનિર્દેશક, ગૃહ સચિવ અને અન્ય ટોચના અધિકારીઓ હાજર છે.

NIAની ઓફિસની સુરક્ષા વધારવામાં આવી

નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA) અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે(ED) પોપ્યુલ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા અને તેની સાથે જોડાયેલી લિન્ક પર સમગ્ર દેશમાં રેડ કરી છે. ટેરર ફન્ડિંગ અને કેમ્પ ચલાવવાના મામલમાં તપાસ એજન્સીએ કાર્યવાહી છે. ઈડી, એનઆઈએ અને રાજ્યોની પોલીસે 11 રાજ્યોમાંથી પીએફઆઈ સાથે જોડાયેલા 106 લોકોની અલગ-અલગ મામલાઓમાં ધરપકડ કરી છે. એનઆઈએ પીએફઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓએમએસ સલામ અને દિલ્હીના અધ્યક્ષ પરવેઝ અહમદની ધરપકડ કરી છે. તેમાંથી કેટલાક લોકોને NIAના દિલ્હીના હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવી શકે છે. હાલ NIAની ઓફિસની સુરક્ષા વધારવામાં આવી છે.

10 રાજ્યોમાં રેડ દરમિયાન 100થી વધુ કેડરની ધરપકડ

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ એએનઆઈ અને ઈડીની ટીમે રાજ્ય પોલીસની સાથે મળીને કુલ દસ રાજ્યોમાં રેડ કરી અને આ દરમિયાન પીએફઆઈના 100થી વધુ કેડરની ધરપકડ કરવામાં આવી છે. એએનઆઈએ કોઈમ્બ્તુર, કુડ્ડાલોર, રામનાડ, ડિંડુગલ, થેની અને થેનકાસી સહિત તમિલનાડુમાં ઘણી જગ્યાઓ પર પીએફઆઈના નેતાઓના ઘરે રેડ કરી છે. પુરસાવક્કમમાં ચેન્નાઈ પીએફઆઈના સ્ટેટ હેડની ઓફિસમાં પણ સર્ચ ચાલી રહ્યું છે.

ટેરર ફન્ડિંગ કેમ્પ ચલાવવાના મામલે PFI વિરુદ્ધ કાર્યવાહી


ટેરર ફન્ડિંગ અને કેમ્પ ચલાવવાના મામલામાં સમગ્ર દેશમાં PFIની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશના 10 રાજ્યોમાં એનઆઈએ અને ઈડીની ટીમે પીએફઆઈના રાજ્યથી લઈને જિલ્લા સ્તરના નેતાઓના ઘરે રેડ કરી છે અને લગભગ 100 કેડરની ધરપકડ કરી છે.

Published by:Vrushank Shukla

First published:

Tags: NIA Raids Jamaat-e-Islami, NIA raids Terror Funding



Source link

Leave a Comment