Amreli: તલના ભાવ એટલા મળ્યા કે ખેડૂતો ખુશખુશાલ, તમે પણ જાણી લો


Abhishek Gondaliya.Amreli :સૌરાષ્ટ્રની વિવિધ યાર્ડમાં જણસીની આવક થઇ રહી છે.ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. ત્યારે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં વધુ એક વખત તલ સફેદ અને તલ કાળાના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલનો ભાવ રૂપિયા 3241 બોલાયો છે.જ્યારે કાળા તલનો ભાવ 2831 રૂપિયાનો રહ્યો હતો. તલના સારા ભાવ આવતા આવકમાં વધારો થયો હતો.આજે યાર્ડમાં 80 મણથી વધારે તલની આવક થઇ હતી.

સાવરકુંડલા યાર્ડમાં શું ભાવ આવ્યા ?

સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જણસી લઈને આવી રહ્યા છે. ખેડૂતોને સારાભાવ પણ મળી રહ્યા છે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના 20 કિલોના રૂપિયા 3,241 ભાવ બોલાય હતા. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો 20 કિલોના ભાવ 2831 રૂપિયા મળ્યા હતા.યાર્ડમાં 80 મણ કાળા અને સફેદ તલની આવક થઇ છે.યાર્ડમાં સારા ભાવ મળતા ખેડૂતો ખુશ થઈ ગયા છે.

જૂનાગઢ યાર્ડમાં શું ભાવ આવ્યા ?

જૂનાગઢ યાર્ડમાં તલની આવક થઈ છે. સફેદ તલના 20 કિલોના ઉંચા ભાવ 3020 રૂપિયા બોલાયા હતા.નીચા ભવ 2300 રૂપિયા રહ્યા હતા. જયારે કાળા તલના 20 કિલોના ઉંચા ભાવ 2650 રૂપિયા બોલાયા હતા અને નીચા ભાવ 2400 રૂપિયા રહ્યા હતા.બન્ને પ્રકારના તલ મળી 35 કિવન્ટલ આવક થઈ છે.

તમારા શહેરમાંથી (અમરેલી)

First published:

Tags: Crop, Local 18, અમરેલી, એપીએમસી, ખેડૂત



Source link

Leave a Comment