અમરેલી જિલ્લાના 11 જેટલા તાલુકાની અંદર સિંહ લટાર મારી રહ્યા હોય છે. ત્યારે આજે વધુ એક સિંહ લટાર મારતો વિડીયો વાયરલ થયો હતો. વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો. બગસરાના ગામ નજીક પાંચ જેટલા સિંહો રોડ ઉપર નીકળ્યા હતા જે સ્થાનિક વ્યક્તિઓએ, વટેમાર્ગોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. આ સિંહનો વિડિયો હાલ અમરેલી ગીર વિસ્તારની અંદર ખૂબ જ વાયરલ થયો છે. હુંલરીયાના સરંભડા માર્ગ પર રાત્રિના સમયે સિંહ શિકારની શોધમાં નીકળ્યા હતા અને એ વિડીયો હાલ વાઇરલ થયો છે.
બગસરા તાલુકાના હુંલરીયાના સરંભડા રોડ ઉપર આ પાંચ સિંહ શિકારની શોધમાં વાડી વિસ્તાર અને રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન જ્યાંથી પસાર થતા સ્થાનિક લોકો દ્વારા આ વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવ્યો છે. બગસરા પંથકની અંદર હવે સિંહને લટાર મારતા અનેક વખત તો વિડીયો સામે આવી રહ્યા છે. હાલો જંગલ વિસ્તારની અંદર અને ગ્રામીણ વિસ્તારની અંદર સિહોની સંખ્યામાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. અને શોધમાં હવે રેવન્યુ વિસ્તારની અંદર આવી ચર્ચા હોવાના અનેક કિસ્સાઓ સામે ત્યારે આજે બધું એક આ વિડીયો સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થયો હતો
તમારા શહેરમાંથી (અમરેલી)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર