Abhishek Gondaliya. Amreli: વંડા સઘન ક્ષેત્ર યોજના કાર્યરત છે.અહીં સીંગતેલ તૈયાર કરવામાં આવે છે.હાલ મગફળીનો પાક તૈયાર થઇ ગયો હોય ખેડૂતો વર્ષભરનું તલ લઢાવવા આવી રહ્યા છે.અહીં ઘાણી દ્વારા તૈયાર કરવામાં આવેલ સીંગતેલ 6 થી 8 મહિના સુધી વાપરી શકાય છે.તેમજ દરેક તત્વો જળવાઈ રહે છે.પરિણામે લોકો મોટી સંખ્યામાં અહીં ઘાણી કઢાવવા આવી રહ્યા છે.
100 ટકા શુદ્ધતા જળવાઈ રહે
વંડા સઘન ક્ષેત્રમાં આવેલો આ ઠંડો ઘાણો છે.તેની મુખ્ય વિશેષતા એ છે કે,મગફળીને પેસવામાં આવે છે.બાદ તેમાંથી તેલ કાઢવામાં આવે છે.જે 100 ટકા શુદ્ધ તેલ હોય છે અને તમામ પોષકતત્વો સાથે તેલ નીકળે છે. પરિણામે અન્ય ઓઇલ મિલ કરતા વધુ ગુણવત્તા વાળું તેલ નીકળે છે. જ્યારે અન્ય ઓઇલ મિલમાં તૈયાર કરવામાં આવતુ તેલ જે મગફળી પીસતાં ગરમ થાય છે. જેના કારણે અમુક પોષકતત્વો નષ્ટ થઈ જતા હોય છે. તેની સામે આ ઘાણામાં તૈયાર કરવામાં આવેલ તેલની 100 ટકા શુધ્ધતા જળવાઈ રહે છે. અહીં મોટી સંખ્યામાં ખેડૂત અને સ્થાનિક લોકો તેલ માટે આવે છે. ખેડૂતો અને સ્થાનિક લોકો પાસેથી માત્ર મજૂરી લેવામાં આવે છ. કોઈ અન્ય ચાર્જ લેવામાં આવતો નથી .
5 કિલોના 1000 રૂપિયા ભાવ
અહીંથી સીંગતેલ વેચવામાં આવે છે. 5 કિલો શુદ્ધ સીંગતેલના 1000 રૂપિયા લેવામાં આવે છે.આ તેલ 6 થી 8 માસ સુધી ઉપયોગમાં લેવામાં આવે છે. શિયાળામાં અહીં વધુ લોકો સીંગતેલ લેવા માટે આવતા હોય છે.