An exhibition of Chaniyacholi and jewellery was organized for women to wear.Such is the variety.AGP – News18 Gujarati


Parth Patel, Ahmedabad: અમદાવાદ હાટએ દિલ્હી હાટની જેમ કાયમી ધોરણે ગુજરાતનું એક આકર્ષક અને મનોરંજક સ્થળ બની રહે તે માટેનું આયોજન કરવામાં આવેલ છે. આ હાટમાં હાથશાળ અને હસ્તકલાના કારીગરો માટે એક્ઝિબિશન હોલ, કારીગરો માટે વેચાણના પાકા સ્ટોલ તથા ડોરમેટરી જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવેલ છે.

પટોળા સાડી, બાંધણી, પેચવર્ક, મોતીકામ, ચણીયાચોળી વગેરે જોવા મળે છે

સમગ્ર વર્ષ દરમ્યાન આ સ્થળે વિવિધ રાજ્યોના વિવિધ તહેવારો દરમ્યાન ખાસ ઉત્સવ, મેળાઓ અને પ્રદર્શનોનું પણ આયોજન થાય છે. તે રીતે આ હાટ વર્ષના બારેમાસ ધમધમતુ રહે છે. આ મેળામાં પટોળા સાડી, કચ્છ અને જામનગરની બાંધણી, હસ્તકલાની ચીજવસ્તુઓ જેવી કે પેચવર્ક, મોતીકામ, ચણીયાચોળી જોવા મળે છે.

વચેટીયાઓ દુર કરી કારીગરોને વધુ નફો ઉપલબ્ધ કરાવવો એ હેતુ

આ ઉપરાંત કુશનકવર, પીલોકવર, ઓક્સીડાઈઝ ઘરેણાં, અકીકની માળા-વીંટી, કચ્છી મોજડી-ચંપલ, નકશીકામના હિંડોળા પણ જોવા મળે છે. આ એક્ઝિબિશનનો હેતુ વચેટીયાઓ દુર કરી કારીગરોને વધુ નફો ઉપલબ્ધ કરાવવો. જેમાં આ વખતે 100 થી પણ વધારે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.

1. ક્રિષ્ના સોની

તેઓ કોટન કાપડ પર રાજસ્થાની વર્ક સાથે જાતે જ ડિઝાઈન કરેલી ચણિયાચોળી બનાવીને રજૂ કરવામાં આવી છે.

2. યુનુસ પૂંઠાવાળા

તેઓ પહેલા લેધરના એકાઉન્ટબુક કવર બનાવતા હતા. પરંતુ હાલના ડિજીટલ યુગમાં લોકો હેન્ડમેડ વસ્તુઓ લેવાનુ પસંદ કરી રહ્યા છે. આ હેન્ડમેડ વસ્તુઓમાં ડાયરી, પેપર તથા લેધરની બેગ, પર્સ, પાકીટ, બેલ્ટ વગેરે બનાવીને વેચે છે. આ તમામ વસ્તુઓ ઈકોફ્રેન્ડલી છે.

3. દિપીકા મંકોડિયા

તેઓ ઈન્ડો વેસ્ટર્ન જ્વેલરી અને ફ્યુઝન જ્વેલરી બનાવે છે. આ ઉપરાંત ફેબ્રિક સેટ, ચૂડા, કાનની બાલી તથા મિરર વર્ક પણ જોવા મળે છે.

4. રાજુભાઈ વઢવાણિયા

તેમનું રીયલ મોતી માળાનું વર્ક કરે છે. જેમાં તેઓ જાતે જ ડિઝાઈન તૈયાર કરી મોતી, રૂબી, નીલમ, પન્ના વગેરેને ગૂંથીને આકર્ષક માળા અને સેટ બનાવે છે.

સરનામું : અમદાવાદ હાટ, વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ. આ એક્ઝિબિશનનો સમય બપોરે 12.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધીનો હોય છે.

First published:

Tags: Ahmedabad news, Festival Sale, Navratri 2022, Navratri celebration



Source link

Leave a Comment