હુતીસિંગ વિઝ્યુઅલ આર્ટ ગેલેરી ખાતે એક્ઝિબિશનનું આયોજન
આ પ્રદર્શન (Exhibition) ગેલેરીમાં સાપ્તાહિક દેશભરના કલાકારો તેમજ આંતરરાષ્ટ્રીય કલાકારોના કલા પ્રદર્શનો યોજાય છે. જેમાં કલાકારો (Artists) દ્વારા રજૂ કરવામાં આવતા આર્ટવર્ક, કલા, ચિત્રોનું એક્ઝિબિશન યોજવામાં આવે છે. જેમાં આપણે અંજુમ ખાન અને અર્જુન બાલીના પેઈન્ટિંગ વિશે જાણીએ.
સ્ત્રીઓના જીવન આધારિત અને નારી શક્તિ બતાવવાનો પ્રયાસ કર્યો છે
અંજુમ ખાને જણાવ્યું કે તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. જ્યાં બેચલર અને માસ્ટર બંને ફાઇન આર્ટમાં કર્યું. તેઓ એક પ્રેક્ટિસિંગ કલાકાર તરીકે તે નિયમિતપણે કલાકારની વર્કશોપમાં ભાગ લેવા પોતાના કાર્યોનું પ્રદર્શન પણ કરે છે. તેમણે ઓઈલ સહિત અનેક માધ્યમો જેવા કે એક્રેલિક, સોફ્ટ પેસ્ટલ્સ, ટેરાકોટા અને ફાઈબર ગ્લાસમાં કામ કરે છે.
તેના કામમાં સ્ત્રીની ઓળખ હોય છે. તે અને બધી સ્ત્રીઓ જે રીતે જીવે છે તેને લઈને હંમેશા નારી શક્તિ અને તેના ચિત્રો દ્વારા ઊર્જા બતાવવાનો પ્રયાસ કરે છે. ફાઇન આર્ટસ અને જનરલ વિભાગ દ્વારા આર્ટ ઓફ કોનર્સન ઈન્ડિયા-નવી દિલ્હી (2013), ટેરાકોટા વર્કશોપ NIV આર્ટ સેન્ટર-ન્યૂ દિલ્હી 13 એપ્રિલ (2013), આર્ટ નિશ વર્કશોપ અને A.M.U. શો અલીગઢ (2012) માં ભાગ લીધો હતો.
ગુસ્સામાંથી ઉભરી આવતી કળા દ્વારા પેઈન્ટિંગ બનાવ્યા છે
અર્જુન બાલી એ જણાવ્યું હતું કે તે ઘણા બધા માધ્યમોમાં કામ કરે છે. તે કવિતામાં, લેખનમાં, ફિલ્મ ડિરેક્ટરીંગ, ડિઝાઇનમાં અને ચિત્રકાર તરીકે અભિવ્યક્તિ ધરાવે છે. તે શાહી, એક્રેલિક અને ડિજિટલમાં પેઈન્ટ કરે છે. તેમણે સાહિત્ય, વિઝ્યુઅલ અને ડેવલપમેન્ટલ કોમ્યુનિકેશન અમદાવાદ, ગુજરાત ખાતેથી અભ્યાસ કર્યો છે. તેમણે જાપાની સંસ્કૃતિ અને સમાજનો પણ અભ્યાસ કર્યો છે.
મારી કળા ગુસ્સામાંથી ઉભરી આવી. એવો ગુસ્સો કે જે હું બીજા કોઈને પણમાંથી લઈ શકતો નથી. જેમ જેમ ગુસ્સો શમી ગયો તેમ તેમ મેં મારી જાતને મોટે ભાગે વાસ્તવિક કલ્પના સાથે સરખાવતો ગયો. શહેરી લેન્ડસ્કેપ, આર્કિટેક્ચર, સિનેમા, ડાયસ્પોરામાં લોકો તથા પ્રાચીન દંતકથાઓ જે આપણી આસપાસ પ્રગટ થાય છે અને તેમાંથી તેમને પ્રેરણા મળે છે. આ સાથે તે યાદ રાખવા અને ભૂલી જવા માટે પેઈન્ટિંગ કરે છે.
સરનામું : એલ&પી હુતીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર, ગુજરાત યુનિવર્સિટીની સામે, નવરંગપુરા, અમદાવાદ. આ એક્ઝિબિશન ગેલેરીનો (Exhibition Gallery) સમય સાંજે 4.00 વાગ્યાથી રાત્રે 8.00 વાગ્યા સુધીનો હોય છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Art and Culture, Art Gallery Exhibition