જો કે બીજી બાજૂ સચિન પાયલટને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવવાની વાત પણ ગેહલોતે જણાવ્યું છે કે, તેના પર ધારાસભ્યો મંથન કરશે. વધુમાં ગેહલોતે કહ્યું કે, રાહુલ ગાંધીને મનાવવા માટે અંતિમ વખત જઈ રહ્યો છું, જો તેઓ નહીં માને તો મારે નોમિનેશન ભરવું પડશે.
હકીકતમાં જોઈએ તો, કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં સૌથી આગળ ચાલી રહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પાર્ટીમાં બેવડી ભૂમિકા નિભાવવા માગે છે. તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી સાથે સાથે કોંગ્રેસ અધ્યક્ષ બનવા પણ માગ છે. જો કે, ઉદયપુર સંકલ્પના કારણે આ શક્ય નહીં બને. હકીકતમાં કોંગ્રેસે આ વર્ષે મે મહિનામાં ઉદયપુરમાં ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું. અને તેમાં પાર્ટીના મોટા ફેરફાર માટે સંકલ્પ પણ પાસ કર્યો હતો. ઉદયપુર સંકલ્પમાં ‘એક વ્યક્તિ, એક પદ’ સિદ્ધાંતવાળા પ્રસ્તાવને પાસ કર્યો અને પાર્ટીના તમામ નેતાઓએ આ સંકલ્પોને લાગૂ કરવાના શપથ પણ લીધા હતા.
Table of Contents
શું છે ઉદયપુર સંકલ્પ
ઉદયપુર સંકલ્પ મુજબ કોંગ્રેસમાં એક વ્યક્તિ, એક પદનો સિદ્ધાંત લાગૂ થયો છે. એટલું જ નહીં આ સંકલ્પમાં એક પરિવાર, એક ટિકિટના નિયમની વાત કરવામાં આવી હતી. જો કે, આ હકીકતમાં એવી પણ છે કે, કોંગ્રેસમાં એક આદમી, એક પદ નિયમ ક્યારેય લાગૂ થયો નથી, કારણ કે સચિન પાયલટ એક જ સમયમાં ડેપ્યુટી સીએમ અને કોંગ્રેસ પ્રદેશ બંને રહી ચુક્યા છે. તો વળી મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની સાથે પણ એવું થયું હતું. જો કે આ બધું ઉદયપુર સંકલ્પ પહેલાની વાત છે. ઉદયપુર સંકલ્પની સાથે સાથે બધું બદલાઈ ગયું છે. જ્યારે એ નક્કી કરવામાં આવ્યું તો, સંગઠનમાં એક વ્યક્તિ અને એક પદનો સિદ્ધાંત લાગૂ થશે. આવી રીતે જો આ નિયમ લાગૂ થાય છે તો, નિશ્ચિત રીતે અશોક ગેહલોતની મુશ્કેલીઓ વધી જશે.
જ્યારે અધ્યક્ષ બની જાય તો અમે જોઈશું શું કરવું જોઈએ- કોંગ્રેસ સૂત્ર
તો વળી કોંગ્રેસ સૂત્રનું કહેવુ છે કે, જ્યાં સુધી અશોક ગેહલોતની વાત છે, તો જ્યારે તેઓ અધ્યક્ષ પદની ચૂંટણી લડીને જીતી જશે, ત્યારે એ પ્રશ્ન અમારી સામે આવશે કે શું બે પદ પર તેઓ રહી શકે, ત્યારે અમે સવાલનો જવાબ આપીશું. જો કે, પાર્ટીમાં અમુક વિશેષ પરિસ્થિતિને છોડતા એક વ્યક્તિ એક પદનો નિયમ લાગૂ છે અને અશોક ગેહલોત પર પણ બાકીના સભ્યોની માફક લાગૂ રહેશે. ઉદયપુર ચિંતન શિબિરમાં પણ આ બાબતે તસ્વીર સાફ કરી દીધી હતી. એક વ્યક્તિ, એક પદ આપણી નીતિનો ભાગ છે, પણ ગેહલોત મામલામાં ત્યારે જોઈશું જ્યારે આ પ્રકારની ઘટના સામે આવશે.
આ પણ વાંચો: અમરિંદર સિંઘનો કોંગ્રેસ પર પ્રહાર, ‘અધ્યક્ષ ભલે ગેહલોત બને પણ બધા જાણે છે પાર્ટી કોણ ચલાવશે’
રાહુલને મનાવાની કોશિશ કરશે ગેહલોત
અહીં ઉલ્લેખનિય છે કે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે સત્તાવાર રીતે નોટિફિકેશન જાહેર થયાના એક દિવસ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પાર્ટીના વરિષ્ઠ નેતા શશિ થરુરે ચૂંટણીના જંગમાં ઉતરવાનો સ્પષ્ટ સંકેત આપવાના કારણે ક્યાસ લગાવાના શરુ થયા હતા કે, દેશની સૌથી જૂની પાર્ટીમાં 22 વર્ષ બાદ પાર્ટી પ્રમુખની ચૂંટણી યોજાશે. અશોક ગેહલોતે સ્પષ્ટ કહ્યું હતું કે, તેઓ પાર્ટીનો જે નિર્ણય હશે, તે માનશે, પણ આ અગાઉ રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાનો અંતિમ પ્રયાસ કરશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ashok Gehlot, Congress , Rajasthan CM