તહેવારો દરમ્યાન ખાસ ઉત્સવ, મેળાઓ અને પ્રદર્શનો યોજાય છે
આ હાટમાં રાજ્યના તેમજ દેશભરના તમામ હસ્તકલા - હાથશાળના કારીગરોને સ્ટોલ ફાળવવામાં આવે છે. આ સ્થળે તહેવારો દરમ્યાન ખાસ ઉત્સવ, મેળાઓ અને પ્રદર્શનોનું પણ આયોજન થાય છે. આ મેળામાં પટોળા સાડી, કચ્છ અને જામનગરની બાંધણી, હસ્તકલાની ચીજવસ્તુઓ જેવી કે પેચવર્ક, મોતીકામ, ચણીયાચોળી જોવા મળે છે.
દેશના અમૂલ્ય હસ્તકલા વારસાનું જતન કરવું તે હેતુ
આ ઉપરાંત બ્લોક પ્રિન્ટની ચાદરો, સોફા કવર, મોતીકામના ઘરેણાં, ખંભાતના અકીક, સંખેડાના સોફાસેટ પણ જોવા મળે છે. આ એક્ઝિબિશનનો હેતુ દેશના અમૂલ્ય હસ્તકલા વારસાનું જતન કરવું. જેમાં આ વખતે 100 થી પણ વધારે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.
1. માહી પટેલ
તેઓ સાબરકાંઠાના વતની છે. તેઓ રજની સખી મંડળમાં 250 મહિલાઓ સાથે મળીને ગૃહ ઉદ્યોગ કરી રહ્યા છે. તેમની પ્રોડક્ટમાં દેશી અનાજ જેવા કે રોસ્ટેડ ઘઉં બાજરી, જુવાર, મગ, મઠ, સોયાબીન તથા વિવિધ પ્રકારના ખાખરા, અથાણાં, ચટણી, શરબત વગેરે બનાવીને વેચે છે.
2. નેહા વોરા
તેમની પાસે જર્મન સિલ્વરની જ્વેલરી છે. જે સિલ્વરની ડુપ્લીકેટ રેપલીકા છે. આ ઉપરાંત દુપટ્ટામાં લખનવી, લહેરિયા જેવી વેરાયટી પણ જોવા મળે છે.
3. રાજેશભાઈ શાહ
તેમની દરેક પ્રોડક્ટ લાકડા પર બનાવેલી છે. જેમાં પેન સ્ટેન્ડ, નેમ પ્લેટ, વોલપીસ, વોલ ક્લોક, ટીશ્યૂ પેપર હોલ્ડર, કી હોલ્ડર વગેરે જોવા મળે છે. તથા આ તમામ વસ્તુઓ હેન્ડમેડ છે.
4. કોમલ ખોખર
તેઓ તોરણ, લટકણ, ઝુમ્મર, વોલપીસ, નાના ઝુમ્મર, નાના વોલપીસ બનાવે છે. તેમાંથી મોતીવાળા અને મોરલાવાળા તોરણ માર્કેટમાં પ્રખ્યાત છે.
સરનામું : અમદાવાદ હાટ, વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ. આ એક્ઝિબિશનનો Sસમય બપોરે 12.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધીનો હોય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર