At this market in Ahmedabad, you will find an attractive chaniyacholi with Kutchi embroidery.AGP – News18 Gujarati


Parth Patel, Ahmedabad : અમદાવાદ હાટ એ હસ્તકલા હાથશાળના કારીગરોને શહેરી બજાર ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્ર સરકાર પુરસ્કૃત આર્બનહાટની યોજના હેઠળ આ હાટ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં આ વખતે ખાસ નવરાત્રી પર્વને લઈને કચ્છી નવરાત્રી હસ્તકલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ હાટ વર્ષના બારેમાસ ધમધમતું રહે છે.

કારીગરો પાસેથી સીધી જ ખરીદીની સુવર્ણતક મળી રહે છે

આ હાટમાં સમગ્ર દેશની ભવ્ય અને ભાતીગળ સંસ્કૃતિની ઓળખ કરાવતા કસબીઓ દ્વારા ઉત્પાદિત કલાકૃતિઓ તથા કારીગરો પાસેથી સીધી જ ખરીદીની સુવર્ણતક મળી રહે છે. આ હાટમાં હાથશાળ અને હસ્તકલાના કારીગરો માટે એક્ઝિબિશન હોલ, કારીગરો માટે વેચાણના પાકા સ્ટોલ તથા ડોરમેટરી જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવેલ છે.

1. રક્ષા ભટ્ટ

તેઓ કચ્છમાં આવેલા માધાપર ગામના વતની છે. તેઓ કચ્છની દરેક પ્રકારની કાસ્ટ એમ્બ્રોઈડરી વર્ક કરે છે. જેમાં જતમુતવા, નેરણ, પાકો, આહિર વગેરેનો સમાવેશ થાય છે. તેમાં ચણિયાચોળી, બ્લાઉઝ, કેડિયા, સાડી તથા હેન્ડબેગ બનાવે છે.ખાસ વાત એ છે કે તેઓ દરેક ડિઝાઈન જાતે જ બનાવે છે. આ સાથે તેઓ આ કામ સાથે સંકળાયેલી ગામડાની મહિલાઓ કે જે ઘરની બહાર નીકળી શકતી નથી અથવા તો જેને આર્થિક જરૂરિયાત હોય તેવી મહિલાઓને આ કામ દ્વારા રોજગારી પૂરી પાડે છે.

2. હરિશભાઈ ભાનુશાળી

તેઓ કચ્છમાં આવેલા નલિયાના વતની છે. તેઓ વાયર આર્ટની કલા બનાવવા માટે જાણીતા છે. જેમાં વાયર તથા સ્પ્રિંગ વાયર દ્વારા સાઈકલ, રિક્ષા, બાઈક, મોર તથા અંગ્રેજી અક્ષરોના કિચન વગેરેનો સમાવેશ થાય છે.

3. બાબુભાઈ પઢિયાર

તેઓ કચ્છના કંડેરાઈના વતની છે. તેઓ ધાબળા, શાલ, સાડી તથા ફેબ્રિક જેવી વસ્તુઓ બનાવે છે. જેમાં તેઓ મટિરિયલમાં દેશી વુલ, મરિના વુલ, એક્રિલિકમાં શાલ તથા કાલા કોટન, ફાઈન કોટન, ટસન શિલ્કમાં સાડી પણ બનાવે છે. તેમની વસ્તુમાં તેઓ શાલમાં આભલા ભરત, નેરણ ભરત જેવા ભરતકામ જોવા મળે છે.

આ એક્ઝિબિશનનો હેતુ કારીગરોને વધુ નફો ઉપલબ્ધ થાય અને દેશના અમૂલ્ય હસ્તકલા વારસાનું જતન કરવાનો છે. જેમાં આ વખતે 125 થી પણ વધારે કચ્છી હસ્તકલા દર્શાવતા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.

કચ્છી ભરતકામ, બાંધણી, ચણિયાચોળી, વુલન શાલ વગેરે જેવી વસ્તુઓ ઉપલબ્ધ

આ મેળામાં કચ્છી ભરતકામ, બાંધણી, ચણિયાચોળી, વુલન શાલ, બ્લોક પ્રિન્ટ, અજરખ પ્રિન્ટ, પેચવર્ક, ટાંગલીયા, રોગાન પેઈન્ટિંગ, કોપરબેલ, મડ-મિરર વર્ક, પટોળા સાડી, લુડીયા કાર્વીગ વગેરે જોવા મળે છે. આ ઉપરાંત હાથશાળ, હસ્તકલા, ભરતકામ, મોતીકામ, ચર્મકામ, માટીકામ, જ્વેલરી, વાંસકામ તથા ગૃહ સુશોભનની અનેક વિવિધ ચીજ વસ્તુઓ પણ જોવા મળે છે.

સરનામું : અમદાવાદ હાટ, વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ. આ એક્ઝિબિશનનો સમય બપોરે 12.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધીનો હોય છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

First published:

Tags: Ahmedabad news, Navratri 2022, Navratri celebration



Source link

Leave a Comment