આ અંગે મળતી માહિતી પ્રમાણે, અલ્પેશ કથીરિયા બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર જ બબાલ થઇ હતી. અલ્પેશ કથીરિયાએ રીક્ષા ચાલકને સરખી રીતે ચલાવવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. રીક્ષા ચાલકે દંડા વડે હુમલો કરતા અલ્પેશને શરીર પર ઇજા પહોંચી હતી. જે બાદ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે કપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
આ વીડિયોમા દેખાઇ રહ્યુ છે કે, અલ્પેશ કથીરિયા રિક્ષા ચાલક પાછળ દોડી રહ્યો છે. રિક્ષા ચાલક બચવા માટે આગળ દોડી રહ્યો છે. આ ઘટનાથી રસ્તાની બંને બાજુ ટ્રાફિક જામ થઇ જાય છે. આ ટ્રાફિક જામમાંથી જ લોકોએ આ આખી ઘટનાને કેમેરામાં કેદ થઇ છે.
પાસ કન્વીનર પર જીવલેણ હુમલો
અલ્પેશ કથીરીયા પર થયો હુમલો
હુમલામાં અલ્પેશ કથીરીયાને પહોંચી ઇજા#Gujarat #news #BREAKING pic.twitter.com/oAUSV8Gd2l
— News18Gujarati (@News18Guj) September 20, 2022
Table of Contents
‘પીએમ મોદીએ ખેડૂતોને પ્રાધાન્ય આપ્યું છે’
ગુજરાતના અન્ય સમાચાર
જસદણમાં શકમંદ આરોપીએ આપઘાત કર્યો
રાજકોટ: જસદણમાં 17 લાખની ચોરીની ઘટનામાં શંકાસ્પદ આરોપી જય અતુલગીરી ગોસ્વામી યુવકે પોતાના ઘરે આપઘાત કરી લીધો છે. પરિવારે આ અંગેનો આરોપ પોલીસ પર લાગ્યો છે. યુવકના માતા-પિતાએ માંગ કરી છે કે, જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જો માંગ નહીં સ્વીકારાય તો તેઓ મૃતદેહ નહીં સ્વીકારીએ. રાજકોટમાં રૈયાનાકા ટાવર પાસે રહેતા જય અતુલગીરી ગોસ્વામી નામના યુવકે સોમવારે સાંજે તેના ઘરે અગાશીની કેબિનમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.
મૃતક જયના આરોપી માતાપિતા રિનાબેન અને અતુલગીરીએ આક્ષેપ કરતા જણાવ્યુ છે કે, અમારો દીકરો એટીએમમાં પૈસા નાંખવાનું કામ કરતી સિક્યોર વેલ્યુ નામની કંપનીમાં કામ કરતો હતો. 15મી તારીખે જય અને તેની સાથેની ટીમ જસદણ ખાતેના એટીએમમાં 22 લાખ નાંખ્યા હતા. ત્યારબાદ એટીએમમાંથી 17 લાખની ચોરી થઇ હતી. જે બાદ જસદણ પીઆઈ રાણા સહિતના સ્ટાફે જય અને તેના પિતા અતુલગીરી જસદણ પોલીસ સ્ટેશનમાં ગયા હતા.
તેમણે વધુમાં આરોપ લગાવતા જણાવ્યુ કે, જયને ચોરી કબૂલવા માટે અસહ્ય માર માર્યો હતો. સોમવારે પણ જય રાજકોટમાં આવેલી એજન્સીની ઓફિસે ગયો હતો. ત્યાં મેનેજર રવિન્દ્ર સહિતના સ્ટાફે તેને કલાકો બેસાડી રાખ્યો હતો. જે બાદ બપોરે ઘરે આવ્યા બાદ સાંજે જયે અંતિમ પગલું ભરી લીધુ હતુ.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર