પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આયુષી ચૌધરી બાદરપુરની શેરી નંબર 65 ગામ મોડ બંધમાં રહેતી હતી. તેનું ભરતપુરના એક છોકરા સાથે અફેર હતું. આ છોકરો તેના ક્લાસમેટનો સંબંધી છે. માતા-પિતાને પુત્રીનું આ અફેર મંજૂર નહોતું. 17 નવેમ્બરના રોજ બપોરે આયુષીએ તે છોકરાને લઈને તેની માતા સાથે ઝઘડો કર્યો હતો. આ બાદ, માતાએ પિતાને આ વિશે જણાવ્યું હતું. અગાઉ માતા અને પિતા બંનેએ મળીને પુત્રીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ન માનતા ગુસ્સે ભરાયેલા પિતાએ લાયસન્સ રિવોલ્વરથી તેની છાતીમાં ગોળી મારીને તેણીની હત્યા કરી હતી.
આ પણ વાંચો: શ્રદ્ધાની હત્યાના લગભગ બે અઠવાડિયા બાદ આફતાબે મુંબઈથી 37 બોક્સ મંગાવ્યા હતા, દિલ્હી પોલીસ કરશે તપાસ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આયુષી ઘણીવાર મોડી રાત સુધી ઘરની બહાર રહેતી હતી, જેથી તેના પિતા નારાજ હતા. સુત્રો એવો પણ દાવો કરી રહ્યા છે કે, તેણીએ પરિવારની સંમતિ વિના અન્ય જ્ઞાતિના યુવક સાથે લગ્ન કર્યા હતા. આ તમામ કારણોસર ગુસ્સે ભરાયેલા પિતાએ પુત્રીની હત્યા કરી લાશને મથુરામાં સુટકેસમાં ફેંકી દીધી હતી. મથુરાના એસપીના જણાવ્યા અનુસાર, માતા-પિતાની પુત્રીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પહેલા રવિવારે આયુષીની માતા બ્રજવાલા અને ભાઈ આયુષ મથુરાના પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચ્યા અને મૃતદેહની ઓળખ કરી હતી. ઓળખાણ બાદ પરિવાર કોઈની સાથે વાત કર્યા વગર સીધો પોલીસ સાથે કારમાં બેસી ગયો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Murder case, Uttar Pradesh News