બલ્ગેરિયન મહિલા બાબા વેંગા (Baba Vanga Predictions 2023) સચોટ આગાહીઓ માટે પ્રખ્યાત છે. બાબા વેંગાની વર્ષ 2023 માટેની આગાહીઓ, જેણે વિશ્વની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓની સચોટ આગાહી કરી હતી, તે જરા પણ આનંદદાયક નથી. તેમની વાત સાંભળીને જ હૃદય ગભરાવા લાગે છે. બરાક ઓબામાના પ્રમુખપદથી લઈને પ્રિન્સેસ ડાયનાના મૃત્યુ સુધી સેંકડો વર્ષ અગાઉ બાબા વેંગાએ આવનારા વર્ષ વિશે કેટલીક ડરામણી વાતો કહી હતી.
એલિયન્સ 2023 માં વિનાશ સર્જશે!
બાબા વેંગાએ વર્ષ 2023 માટે 5 ખૂબ જ ડરામણી ભવિષ્યવાણીઓ કરી હતી, જે સાચી પડશે તો વિનાશનું વર્ષ હશે. બાબા વેંગાના જણાવ્યા અનુસાર, આ વર્ષમાં પૃથ્વી તેની ભ્રમણકક્ષાથી થોડી ખસી જશે. જો કે બ્રહ્માંડમાં પૃથ્વીના સંતુલન પર કોઈ ખાસ અસર નહીં થાય, પરંતુ પૃથ્વીની થોડી હિલચાલ પણ વાતાવરણમાં મોટો ફેરફાર લાવી શકે છે.
આ પણ વાંચો: વિશ્વનું સૌથી મોંઘું શાક, જેની 1 કિલોની કિંમતમાં તો આવી જશે લેટેસ્ટ આઈફોન!
આ સિવાય આ વર્ષે સોલાર સ્ટોર્મના કારણે ઇલેક્ટ્રિક ચાર્જ, મેગ્નેટિક ફિલ્ડ અને રેડિયેશન પણ વધી શકે છે. આ સિવાય તેમણે જે મોટી વાત કહી હતી તે પૃથ્વી પર એલિયન્સના આગમન વિશે હતી. તેમના મતે જો એલિયન્સ આવશે તો પૃથ્વી પર લાખો લોકો મરી જશે અને દુનિયા અંધકારમાં જશે.
આ પણ વાંચો: પોતાની માતાની જ કરી હત્યા, પછી મૃતદેહ સાથે લીધી 200થી વધુ સેલ્ફી
બાળકોને ગર્ભમાં નહીં પણ લેબમાં બનાવવામાં આવશે
બાબા વેંગાએ મોટા દેશના જૈવિક શસ્ત્રો પર સંશોધનની પણ ભવિષ્યવાણી કરી હતી. તેમના મતે આ પ્રયોગમાં હજારો લોકોના મોત થશે. બાબા વેંગાનો દાવો છે કે આ વર્ષે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં વિસ્ફોટ થઈ શકે છે. રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવને લઈને તેની આશંકા સાચી સાબિત થઈ રહી છે. આટલું જ નહીં, આ વર્ષમાં લોકો પોતાના બાળકોની ડિઝાઈન પણ પોતાના હિસાબે બનાવવાનું શરૂ કરશે, એટલે કે કુદરતી જન્મના અંત પછી, લેબમાં મનુષ્ય તૈયાર કરવામાં આવશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Baba Vanga, Bizzare, Viral news