તેણીએ ફોટોમાં કેપ્શન લખ્યુ છે- શ્રી શિવાય નમસ્તુભ્યં, આખરે મારામાં ભગવાન આવી ગયા, બેબી જલ્દી આવી રહ્યુ છે 2023. તેણીની આ પોસ્ટ પર ફેન્સ ધડાઘડ કોમેન્ટ્સ કરી રહ્યા છે અને એક્ટ્રેસને શુભકામના પાઠવી રહ્યા છે. તેણીની આ પોસ્ટ પર ટીવી એક્ટ્રેસ હસનંદિનીએ લખ્યુ - ‘બધાઈ હો’ અને સાથે હાર્ટ ઈમોજી પણ શેર કર્યુ છે. શ્રેનુ પારિખે લખ્યુ- હું તમારા માટે ખૂબ જ ખુશ છું.
આ પણ વાંચોઃ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ જુહુમાં ફ્લેટ ભાડે રાખ્યો, ભાડું અને ડિપોઝીટ જાણીને ઉડી જશે તમારા હોશ
નેહાએ પ્રેગ્નેન્સીની ખબરને અફવા જણાવ્યુ હતું
તમને જણાવી દઈએ કે ગયા મહિને ઓક્ટોબરમાં નેહા મર્દાની પ્રેગ્નેન્ચ હોવાની ખબર સામે આવી હતી, પરંતુ નેહાએ તેને ફક્ત અફવા જણાવી હતી. આ દરમિયાન એક ઈન્ટરવ્યૂમાં નેહાએ કહ્યુ હતું- હું 35 વર્ષની થુ અને જ્યારે હું 30 વર્ષની હતી, ત્યારથી હું એક બાળકની ઈચ્છા ધરાવું છુ. પરંતુ હું સમજુ છુ કે આ વસ્તુ ત્યારે થાય છે જ્યારે તેને થવાનું હોય છે. જ્યારે પણ આવું થશે, મને આ ખબર આપવામાં ખુબ જ ખુશી થશે. નેહાએ 2012માં પટનામાં બિઝનેસમેન આયુષ્માન અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Balika Vadhu, Entertainment news, Television, મનોરંજન