અમૃત વહાવતી અનેકવિધ રચનાઓથી કલ્ચરલ વન્ડરલેન્ડ બનશે
આ મહોત્સવના આકર્ષણમાં વધારો કરતા પ્રમુખસ્વામી મહારાજ નગર બનાવવામાં આવ્યું છે. 600 એકરની વિશાળ ભૂમિ પર હાલ નિર્માણાધીન આ નગર પ્રેરણાનું અમૃત વહાવતી અનેકવિધ રચનાઓથી કલ્ચરલ વન્ડરલેન્ડ બની રહેશે. આ મહોત્સવ સ્થળમાં કેટલાક આકર્ષણ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. જેમાં બાળકો માટે સાંસ્કૃતિક બાળનગરી, ટેલેન્ટ શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
લાખો બાળકો પર નિઃસ્વાર્થ સ્નેહ વરસાવનાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે આ પ્રસંગે બાળકો કેવી રીતે વંચિત રહી શકે. તેથી જ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં બાળકો માટે 17 એકરમાં ફેલાયેલી વિશિષ્ટ બાળનગરી રચવામાં આવી છે. જેમાં બાળકો સંસ્કાર, શિક્ષણ, સેવા અને આરોગ્યની પ્રેરણા લઈને આનંદ અને ઉત્સાહથી છલકાઈ ઉઠશે.
બાલનગરીમાં બાળકો માટે નૃત્ય અને સંગીતથી ભરપૂર પ્રેરક કાર્યક્રમો યોજાશે
આ બાલનગરીના ત્રણ ખંડો દ્વારા બાળકો માતા-પિતાના અનંત ઉપકાર અને સૌને આદર આપવાની પ્રેરણા મેળવશે. આ સાથે પ્રાર્થના અને પુરુષાર્થ દ્વારા સફળતાના પાઠ દ્રઢ કરશે. તથા વાર્તા દ્વારા સ્વ-વિકાસના પાઠ પણ શીખશે. અહીં બાળકો માટે નૃત્ય અને સંગીતથી ભરપૂર પ્રેરક કાર્યક્રમો પણ યોજવામાં આવશે. નવાઈની વાત એ છે કે આ બાળનગરી સંપૂર્ણ બાળ સ્વયંસેવકો દ્વારા સંચાલિત કરવામાં આવશે.
અહીં વિવિધ કાર્યક્રમોમાં જે બાળકો ભાગ લેવા જોડાવાના છે. તેમના અભ્યાસની પણ નિષ્ણાતો દ્વારા ખાસ કાળજી લેવામાં આવી છે. આ સાથે મહોત્સવ સ્થળે બાળકો-યુવાનોની શક્તિઓને ખીલવતા વિવિધ ટેલેન્ટ શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે. તે માટે અલગ અલગ બે મંચ રચવામાં આવ્યા છે.
ભાગ લેનાર બાળકોના અભ્યાસની પણ નિષ્ણાતો દ્વારા ખાસ કાળજી લેવામાં આવી
અહીં વ્યક્તિગત અને સમૂહગાન, શાસ્ત્રીય અને સુગમ સંગીત, વાદ્યસંગીત, યોગ પ્રસ્તુતિ તેમજ વિવિધ સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરીને બાળકો-યુવાનો-યુવતીઓ સૌને આનંદની સાથે કળા-કૌશલ્યની તેમજ સાંસ્કૃતિક પ્રેરણાઓ આપશે. લગભગ 150 થી પણ વધારે બાળકો-યુવકો આ રજૂઆત માટે છેલ્લા 3 મહિનાથી તાલીમ લઈ રહ્યા છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, BAPS Swaminarayan, Local 18