બનાસકાંઠા: થરાદમાં કેનાલમાંથી યુવક-યુવતીની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. થરાદની નર્મદા કેનાલમાંથી આ બન્નેની લાશ મળી આવી હતી. અહીં કેનાલમાં યુવક-યુવતીએ જીવન ટૂંકાવવા ઝંપલાવ્યું હોવાની જાણકારી મળ્યા બાદ સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા, જ્યારે કેનાલમાં શોધખોળ હાથ ધરતાં તેમની લાશ મળી આવી હતી. પ્રેમસંબંધમાં યુવત-યુવતીએ જીવન ટૂંકાવ્યું હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે, ત્યારે હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
થરાદના ભાડોદર પુલ નજીક નર્મદા કેનાલમાં યુવક-યુવતીએ ઝપલાવ્યું હોવાની ઘટના બની છે. બન્નેએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાની માહિતી મળતાં સ્થાનિક લોકોએ કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી. સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન યુવક-યુવતીીની લાશ બહાર કાઢી પરિવારજનોને સોંપાવામાં આવી હતી. મૃતક યુવક-યુવતીએ બંનેના હાથે દુપટ્ટો બાંધી કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકા સેવાઇ રહી છે. મૃતક યુવક અરવિંદ વાલડીયા અને યુવતી મીરાબેન પારેગી મીઠાવીચારણ ગામની હોવાનું સામે આવ્યું છે.
મૃતક યુવક અપરણિત અને યુવતી બે સંતાનોની માતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ સાથે જ બન્નેએ હાથે દુપટ્ટો બાંધી કેનાલમાં ઝંપલાવ્યું હોવાની શંકા સેવાઇ રહી છે. જેને જોતાં પ્રેમસંબંધમાં બન્નેએ જીવન ટૂંકાવ્યું હોવાની પણ ચર્ચા થઇ રહી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે, જ્યારે આ સંદર્ભે પોલીસે વધુ તપાસ શરૂ કરી આત્મહત્યાનું કારણ જાણવા પ્રયાસ શરૂ કર્યો છે.