પ્રાપ્ત માહિતી અનુસાર બેંક ઓફ બરોડાના ચીફ મેનેજર જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં ખાનપર રોડ પર આવેલા બેન્ક ઓફ બરોડા શાખામાં એટીએમ સેન્ટર આવેલું છે. 15 સપ્ટેમ્બરના રોજ તેઓ જ્યારે બ્રાન્ચ ખાતે હાજર હતા. ત્યારે સાંજના સમયે રવિન્દ્ર ગોસ્વામી તથા જય પુરી ગોસ્વામીએ ફરિયાદ કરી હતી કે, અમે જ્યારે એટીએમ મશીન ખોલ્યું હતું. ત્યારે મશીનમાં જેટલા પૈસા હોવા જોઈએ તેટલા પૈસા નહોતા માટે અમારે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા.
આ પણ વાંચો- અમદાવાદમાં રેવન્યુ તલાટી પતિએ પત્નીને ત્રાસ આપતા કહ્યું- બાળક મારૂ નથી DNA ટેસ્ટ કરાવો
બનાવ સંદર્ભે માલુમ પડ્યું હતું કે 6 સપ્ટેમ્બરના રોજ એટીએમમાં 27,500 નું બેલેન્સ હતું જેના કારણે 25 લાખ રૂપિયા ડિપોઝિટ કરવામાં આવ્યા હતા. જેના કારણે એટીએમનું બેલેન્સ 25 લાખથી વધુનું થઈ ગયું હતું. કસ્ટમર દ્વારા એટીએમ મારફતે રૂપિયા 7,94,000 ઉપાડવામાં આવ્યા હતા ત્યારબાદ સિસ્ટમના હિસાબે એટીએમમાં 17,33,500 હોવા જોઈએ. પરંતુ એટીએમમાં હાલ 500 રૂપિયા જ છે. સીસીટીવી ફૂટે ચેક કરતા છ સપ્ટેમ્બરના રોજ રાત્રિના કોઈ અજાણ્યા સખ્શે એટીએમમાં આવીને ચાવી વડે ખોલીને તેમાં પાસવર્ડ નાખીને પૈસા કાઢી ગયાનું જાણવા મળ્યું છે. આ બનાવ સંદર્ભે સિક્યુરિટી ઓફિસર રાજકોટ તથા રિજનલ ઓફિસ તેમ જ જોનલ ઓફિસ રાજકોટ ખાતે ફોન દ્વારા તેમજ ઈમેલ બાબતે જાણ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો- અમદાવાદમાં નવરાત્રી વાઇબ્રન્ટ મહોત્સવની તડામાર તૈયારીઓ, અટલ બ્રિજની મુકાશે રેપ્લિકા
જાણવા મળતી વિગતો અનુસાર જે પ્રમાણે એટીએમમાં ચાવી વડે તેમજ પાસવર્ડ એ ચોરી કરવામાં આવી છે. જેથી ચોરી કરનાર તેમજ કરાવનાર કોઈ જાણ ભેદો હોવાની શંકા પોલીસને થઈ રહી છે. અત્યારે પોલીસ તપાસમાં શું સત્ય સામે આવે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Latest News Rajkot, Rajkot CCTV, ગુજરાત, રાજકોટ