best vastu tips of tijori at home and office


Vastu tips: વાસ્તુ અનુસાર ઘરમાં રાખેલી અનેક વસ્તુઓનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે. વાસ્તુ અનુસાર ઘરમાં રાખેલી તમામ વસ્તુઓ જીવન પર પોઝિટિવ અને નેગેટિવ અસર કરે છે. આ વસ્તુઓની સીધી અસર વ્યક્તિના જીવન પર પડે છે. ખાસ કરીને સફળતા અને સ્વાસ્થ્ય પર સૌથી વધારે અસર કરે છે. આ માટે વાસ્તુ શાસ્ત્ર અનુસાર દરેક વસ્તુઓ ઘરમાં પણ એ જગ્યા પર મુકવી જોઇએ જેનાથી આપણને કોઇ તકલીફ ના પડે અને આપણું જીવન સરસ રીતે પસાર થાય. તમને જણાવી દઇએ કે ઘરમાં રાખેલી તિજોરીનું વાસ્તુ અનુસાર અનેક રીતે મહત્વ રહેલું છે. ઘરમાં તિજોરી રાખવાની પણ એક દિશા હોય છે. તો જાણી લો તમે પણ ઘરમાં તિજોરી મુકવા માટેની કેટલીક વાસ્તુ ટિપ્સ…

આ છે તિજોરીની સાચી દિશા

ઉત્તર દિશામાં તિજોરીને તમે મુકો છો તો એ બહુ શુભ માનવામાં આવે છે કારણકે આ દિશા ભગવાન કુબેરની માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર તમે કેશ બોક્સ તિજોરીમાં મુકો છો અને તમારી તિજોરી આ દિશામાં છે તો તમારા ઘરમાં પૈસાની ક્યારે તકલીફ પડતી નથી. આ સાથે જ ઘરમાં પૈસા આવવા લાગે છે.

આ પણ વાંચો: આ લકી કેટ ઘરમાં લાવો તો નથી પડતી પૈસાની તકલીફ

દુકાનમાં આ બાજુમાં રાખો તિજોરી

તમે કોઇ પણ કારણોસર તિજોરીને ઉત્તર દિશામાં રાખી શકતા નથી તો પૂર્વમાં પણ મુકી શકો છો. પૂર્વ દિશામાં દુકાનની તિજોરી રાખવાથી અનેક શુભ ફળ મળે છે. તમે દુકાનમાં દક્ષિણ પશ્વિમ દિશામાં બેસો છો તો તમારી તિજોરી તમારી ડાબી બાજુમાં મુકવી જોઇએ. આમ, જો તમે પૂર્વ દિશામાં બેસો છો તો તમારી તિજોરી જમણી બાજુમાં મુકવી જોઇએ.

આ પણ વાંચો: ઘરમાં આ જગ્યા પર ના લગાવો પિતૃઓની તસવીર

ક્યારે પણ આ જગ્યા પર ના મુકો તિજોરી

તિજોરી કે પછી કબાટ..ક્યારે પણ તમારે ઘરમાં ઉત્તર-પૂર્વ, દક્ષિણ-પૂર્વ અથવા તો દક્ષિણ-પ્રશ્વિમ ખુણામાં રાખવી જોઇએ નહીં. આ જગ્યા પર તિજોરી રાખવાથી ઘરમાં અશાંતિ ફેલાઇ શકે છે. આ સાથે જ દુર્ભાગ્ય પણ આવી શકે છે. વાસ્તુ અનુસાર તમે આ દિશામાં તિજોરી રાખો છો તો તમારા પૈસા કોઇ કામની વસ્તુમાં વપરાતા નથી પરંતુ એ નકામી વસ્તુઓમાં જ વેડફાઇ જાય છે. આ માટે જો તમે પણ ઘરમાં તિજોરી મુકવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સૌથી બેસ્ટ દિશા ઉપર જણાવેલી છે.

Published by:Niyati Modi

First published:

Tags: Home, Home tips, ધર્મ ભક્તિ, વાસ્તુ ટિપ્સ



Source link

Leave a Comment