આ ફિલ્મમાં જિનલ બેલાણી, ભૌમિક સંપત અને મુની ઝા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જિનલ અને ભૌમિકએ સાથે મળીને આ ફિલ્મનું દિગ્દર્શન કર્યુ છે અને સાથે વાલ્મિકી પિક્ચર્સના બેનર હેઠળ આ ફિલ્મનું નિર્માણ પણ કર્યુ છે. ‘ભગવાન બચાવે’ 2જી ડિસેમ્બર, 2022ના રોજ રિલીઝ થઈ રહી છે. જેને લઇને ટીમ ખૂબ જ ઉત્સાહિત છે. મુંબઈ મૂવી સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત, આ ફિલ્મનું વિતરણ યૂએફઓ સિને મીડિયા નેટવર્ક દ્વારા કરવામાં આવશે.
Table of Contents
વાલ્મીકિ પિક્ચર્સ વિશે
વાલ્મિકી પિક્ચર્સ જિનલ બેલાની અને ભૌમિક સંપત દ્વારા સ્થાપિત ફિલ્મ નિર્માણ કંપની છે. બે વર્ષના ખૂબ જ ટૂંકા ગાળામાં તેઓએ અત્યારસુધીમાં ત્રણ પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. તીખી મીઠી લાઈફ, પૂરી પાણી અને હવે ‘ભગવાન બચાવે’. જિનલ બેલાની પહેલેથી જ ગુજરાતી સિનેમાની જાણીતી અભિનેત્રી છે અને ભૌમિક સંપત તેની હિન્દી ફિલ્મો ‘સાડા અડ્ડા’ અને ‘સમ્રાટ એન્ડ કં.’ પછી આ ફિલ્મ સાથે ગુજરાતી સિનેમામાં પદાર્પણ કરશે.
મુંબઈ મૂવી સ્ટુડિયો વિશે
નિતિન કેનીની આગેવાની હેઠળના મુંબઈ મૂવી સ્ટુડિયોએ વાલ્મિકી પિક્ચર્સ સાથે ફિલ્મ ‘ભગવાન બચાવે’ થી ગુજરાતી ફિલ્મોમાં પ્રવેશ કર્યો છે. 25થી વધારે વર્ષ સુધી ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય રહીને ગદર, સૈરાટ, રુસ્તમ, લંચબોક્સ અને અન્ય ઘણી ફિલ્મો આપનાર દિગ્ગજ વ્યક્તિ દ્વારા હવે આ ગુજરાતી ફિલ્મ રજૂ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ડાયરેક્ટર પાન નલિનની ફિલ્મ ‘છેલ્લો શો’ ઓસ્કર 2023માં નોમિનેટ થઈ
છેલ્લો શો ઓસ્કાર માટે નોમિનેટ
ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ 95માં એકેડેમી એવોર્ડ્સની શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે સિલેક્ટ થઈ છે. ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) એ એક આત્મકથાત્મક નાટક છે જે ભૂતકાળના સિનેમાને શ્રદ્ધાંજલિ આપતી વખતે ગુજરાતના પશ્ચિમ વિસ્તારના આકર્ષણને ઉજાગર કરે છે. તે બાળપણની નિર્દોષતા અને ફિલ્મોના સાર્વત્રિક જાદુની યાદ અપાવે છે.
આ ફિલ્મમાં ભાવિન રબારી, વિકાસ બાટા, રિચા મીના, ભાવેશ શ્રીમાલી, દિપેન રાવલ અને રાહુલ કોલી જેવા ઉમદા કલાકારો છે. આ વાર્તા ભારતમાં સિનેમાઘરોની પૃષ્ઠભૂમિ પર રચિત છે જે સેલ્યુલોઇડથી ડિજિટલમાં મોટા પાયે સંક્રમણની સાક્ષી બની છે, જ્યાં ઢગલો સિંગલ-સ્ક્રીન સિનેમા જર્જરિત થયા અથવા સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયા.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Cinema, Gujarati movie, Movie, બોલીવુડ