Bhavnagar: રાજપરામાં હાજરાહજુર છે માં ખોડલ, આ તાતણિયા ધરો શું છે, જાણો


Dhruvik Gondaliya, Bhavnagar: કહેવાય છે કે સોરઠની ભૂમિ એટલે સંતો-મહંતોની ભૂમિ. સૌરાષ્ટ્રના દરેક લોકો ખૂબ જ શ્રદ્ધાળુ હોય છે. દરેક લોકો પોતાના કુળદેવી માતાજી ને માનતા હોય છે. એવું કહેવાય છે કે, મા ખોડલનું નામ લેતા જ દરેક દુઃખ દૂર થઈ જાય છે. અને માતાજી બધાને મનોકામના પૂરી કરે છે. આજે અમે તમને માતાજી કેવી રીતે રાજપરામાં બિરાજમાન થયા તેના વિશે માહિતી આપવાના છીએ.

ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં રાજપરા ગામમાં ખોડીયાર માતાજી હાજરાહજૂર બિરાજમાન છે. ભાવનગર રાજકોટ હાઈવે ઉપર આ મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે માતાજીની પાસે પાણીનો ધરો આવેલો છે. તેને તાતણીયા ધરા તરીકે ઓળખવામાં આવે છે. એટલે જ ખોડિયાર માતા ને રાજપરાવાળી અથવા તો તાતણિયા ધરાવાળા ખોડિયાર માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખોડિયાર માતાનો જન્મ મૂળ રોહીશાળામાં થયો હતો. એવું કહેવાય છે કે, રાજપરા માં ખોડીયાર મંદિરમાં માતાજી હાજરાહજૂર બિરાજમાન છે.

ભાવનગર નો રાજવી પરિવાર ખોડિયાર માતાજીને કુળદેવી તરીકે પુજે છે. રાજવી પરિવારમાં આતાભાઈ ગોહિલ એ આ રાજપરા નું મંદિર બનાવ્યું હતું. મહારાજા આતાભાઇ ગોહીલ ખોડીયાર માતાજીના ખૂબ જ મોટા ભક્ત હતા. એટલે તેણે ખોડિયાર માતાજીને પોતાની રાજધાનીમાં બેસવા માટે વિનંતી કરી હતી. માતાજી પ્રસન્ન થઇને માતાજીએ આતાભાઈ ના સ્વપ્નમાં આવી ને રાજાની વિનંતી ને સ્વીકારી.અને માતાજીએ એક શરત મૂકી કે હું તારી પાછળ પાછળ જ આવું છું પરંતુ તમે એક પણ વખત પાછું વળીને જોતા નહી. જો પાછુ વળીને જોશો તો હું ત્યાં જ બિરાજમાન થઇ જઈશ. આ સાંભળીને આતાભાઈ ગોહિલ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. ત્યારબાદ ખોડીયાર માતાજી ને લેવા માટે મહારાજાએ સૈનિકોને ઘોડા સાથે આગળ જઈ રહ્યા હતા. અને માતાજી રાજા ની પાછળ જઈ રહ્યા હતા. ત્યારે તે રાજપરા નજીક પહોંચ્યા ત્યારે માતાજીને રાજપરા વાતાવરણ ખુબ જ પસંદ આવી ગયું. એટલે તેણે થોડા સમય માટે રથ થંભાવી દીધો.

એટલે મહારાજાને શંકા થઇ કે માતાજી પાછળ આવે છે કે નહીં? તે જોવા માટે રાજાએ પાછળ વળીને જોયું તો માતાજીએ રથ થંભાવી દીધો. એટલે રાજાએ પાછળ વળીને જોતા ખોડિયાર માતાનું વચન મુજબ ખોડીયાર માતા રાજપરામાં રોકાઈ ગયા. પછી આતાભાઈ ગોહિલ એ ત્યાં મંદિર બનાવ્યું. ત્યારબાદ ભાવસિંહજી ગોહિલ ૧૯૧૪માં મંદિરનું સમારકામ કરાવીને માતાજીને સોનાનું છત્ર ચડાવ્યું. અત્યારે જે હાલમાં મંદિર છે તે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બનાવ્યું છે.

રાજવી પરિવારની કુળદેવી ચામુંડા માં હોવા છતાં પણ આ રાજવી પરિવારને ખોડીયાર માતા પર ખૂબ જ શ્રદ્ધા હતી. અને તે ખોડિયાર માતાનું આજે પણ પૂજન કરે છે. રાજપરા એ હરવા-ફરવા અને ઉજવણીના સ્થળ માટે તરીકે જાણીતો એક સ્થળ છે. ભાવનગર થી દર રવિવારે ખાસ રાજપરા જવા માટે સીટી બસને ગોઠવવામાં આવે છે. ખોડીયાર મંદિર ની બાજુમાં તાતણીયા ધરા નામનું એક તળાવ આવેલું છે. અહીંયા સ્થાનિક યાત્રિકો બહોળા પ્રમાણમાં માતાજીના દર્શન કરવા માટે આવે છે. અને અહીંયા માતાજી દરેક ભાવિક ભક્તોની ઇચ્છા પુરી કરે છે.

સંતોની ભૂમિ ગોહિલવાડમાં ખોડીયાર માતાજી અત્યારે પણ હાજરાહજૂર બિરાજમાન છે. જે લોકો સાચા દિલથી માતાજીને પ્રાર્થના કરે તેને પ્રાર્થના હંમેશા ફળે છે. રાજપરા એ ખોડિયાર માતાનું પ્રાગટ્ય સ્થાન છે અને એક ખૂબ જ મોટું યાત્રા નું સ્થાન છે.

તમારા શહેરમાંથી (ભાવનગર)

Published by:Vijaysinh Parmar

First published:

Tags: Local 18, ભાવનગર



Source link

Leave a Comment